Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે લાછરસ ખાતે ડો. શ્યામાપ્રસાદ મુખર્જી સ્મૃતિવનમાં વૃક્ષારોપણ કર્યું.

Share

ગુજરાત પ્રદેશ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ આજે બીજી વાર નર્મદા જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા. ખાસ લાછરસ ગામે ડો શ્યામાપ્રસાદ મુખર્જી સ્મૃતિવન ઉભું કરાયું હતું. જેમા સી આર પાટીલ સહીત 5000 વૃક્ષોનું ભાજપા કાર્યકરોએ વૃક્ષારોપણ કર્યું હતું.

આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા, ગીતાબેન રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ આવ્યા હતાં. જે પ્રસંગે તેઓ સાથે સાંસદ ગીતાબેન રાઠવા, સાંસદ મનસુખભાઇ વસાવા, નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ગુજરાત પ્રદેશ ભાજપના પ્રવક્તા ભરતભાઈ ડાંગર, નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષાબેન વસાવા, નર્મદા જિલ્લાના કાર્યકર્તાઓ, ચૂંટાયેલા પદાધિકારીઓ હાજર રહ્યા હતા. જિલ્લાના તાલુકાના શહેરના હોદેદારોએ સીઆર પાટીલનું સ્વાગત કર્યું હતું. ભદામ લાછરસ રોડ હાલ તૈયાર થઈ રહ્યો છે તે રોડથી લાછરસ પહોંચી જ ટંકારીથી શહેરાવ રોડનું ખાતમુહર્ત પણ કર્યું હતું.

વૃક્ષારોપણના કાર્યક્રમ પહેલા નર્મદા ભાજપ યુવા મોરચાના કાર્યકરોએ બાઈક રેલી સ્વરૂપે સી.આર.પાટીલનું સ્વાગત કર્યું હતું. લાછરસ ખાતે ડો.શ્યામાપ્રસાદ મુખર્જી સ્મૃતિ વન નિર્માણ કરવામા આવ્યું હતું જેની શરૂઆત સી આર પાટીલે વૃક્ષ રોપીને પ્રારંભ કર્યો હતો. ત્યારબાદ 5000 વૃક્ષોનું કાર્યકરોએ સમૂહમાં વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે નર્મદા જિલ્લા મહિલા મોરચાની બહેનો તથા વિવિધ મોરચા તથા તાલુકાના ભાજપી કાર્યકરોએ પણ ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કર્યું હતું.

આ પ્રસંગે સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ભારત માતાકી જયના નારા લગાવવાથી કશું જ નહીં થાય, ભારત માતા તો આપણા હદયમાં જ છે. પરંતુ આપણે સૌ દેશવાસીઓ ભારત દેશના વિકાસ માટે આગળ આવવું પડશે. આજે વૃક્ષારોપણ કાર્યક્રમનુ મહત્વ સમજવતા જણાવ્યું હતું કે જે વધુ ઓક્સિજન પેદા કરે એવા વૃક્ષો આપણે ઉગાડવા પડશે.

Advertisement

ગુજરાતનો મુખ્યમંત્રી આદીવાસી હોવો જોઈએ એવી છોટુ વસાવાની માંગ મુદ્દે એમણે ટકોર કરતા જણાવ્યું હતું કે જણાવ્યું હતું કે હું છોટુ વસાવાની માંગનેહું બહુ ગંભીરતાથી લેતો નથી. ગુજરાતમાં “આપ” ની એન્ટ્રી થઈ છે ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીમા આપ કેટલું સફળ રહેશે એ મુદ્દે પાટીલે જણાવ્યું હતું કે દિલ્હીના મુખ્યમંત્રીએ બણગા ફૂંકી જેટલા વચનો આપ્યા એએમણે હજી પુરા કર્યા નથી, દિલ્હીની 33% સ્કૂલોના રિઝલ્ટ ફેઈલ ગયા છે, ગુજરાતમાં 40 લાખ જ્યારે દિલ્હીમાં 19 લાખ વિદ્યાર્થીઓ ભણે છે. દિલ્હીની સામે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા ખૂબ સારી છે.

સી.આર.પાટીલે જણાવ્યું હતું કે કેન્દ્રીય મંત્રી મંડળના વિસ્તરણમાં ગુજરાતના 5 મંત્રીઓને સ્થાન મળ્યું છેએનાથી ગુજરાતનો વિકાસ ઝડપી બનશે..હવે ગુજરાતના પ્રશ્નો ઝડપથી ઉકેલાશે. એનાથી ગુજરાતને મોટો ફાયદો થશે. ગુજરાતમા સુશિક્ષિત બેરોજગારોને નોકરી નથી મળી એવા બેરોજગાર યુવાનોને આત્મનિર્ભય બનાવવાની જરૂર છે. એમને રાજ્ય સરકારની કેન્દ્રસ રકારની યોજનાઓની રોજગારલક્ષી માહિતી આપી તેમને રોજગાર મળે એવા પ્રયત્નો કરવા જોઈએ એમ જણાવ્યું હતું.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટી ડેવલપમેન્ટ એન્ડ ટુરીઝમ ગવર્નન્સ ઓથોરીટીનું મહેકમ મંજૂર : રોકેટ ગતિથી વિકાસને નવો વેગ મળશે.

ProudOfGujarat

ભરૂચ : મહિલા સુરક્ષા અભિયાન હેઠળ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન…

ProudOfGujarat

ડેડીયાપાડા : કેવિકે ઓફિસ અને ફાર્મની સાફ-સફાઈ કરી સ્વચ્છતા અંગે શપથ લેવાઈ : સેનિટાઇઝર કીટ વિતરણ કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!