Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઉમરપાડાની વાડી અને ચવડા ચેક પોસ્ટ ચોકીનું ઉદઘાટન જિલ્લા પોલીસ વડા ઉષા રાડાના હસ્તે કરાયું.

Share

ઉમરપાડા તાલુકાના વાડી અને ચવડા ગામે નવી બનેલી ચેક પોસ્ટ ચોકીનું ઉદ્ઘાટન જિલ્લા પોલીસવડા ઉષા રાડાના હસ્તે કરવામાં આવ્યું હતું.
વાડી ગામેથી પસાર થતા નેશનલ હાઈવે પર વાલીયા ત્રણ રસ્તા પાસે ચેકપોસ્ટ ચોકીના નવા મકાન નું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેનું વિધિવત રીતે રીબીન કાપી જિલ્લા પોલીસવડાએ ઉદ્ઘાટન કર્યું હતું.

આ પ્રસંગે નાયબ પોલીસ વડા સી.એમ.જાડેજા, ઉમરપાડાનાં પોલીસ સબઇન્સ્પેક્ટર કે.ડી ભરવાડ તેમજ અન્ય રાજકીય આગેવાનો જિલ્લા પંચાયત સભ્ય દરિયાબેન વસાવા, ગામના સરપંચ સપનાબેન ભુપેન્દ્રસિંહ વસાવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ ચવડા ગામે મુખ્ય માર્ગ પર નિર્માણ થયેલ છે. ચેક પોસ્ટ ચોકીનું ઉદ્ઘાટન જિલ્લા પોલીસવડા ઉષા રાડાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુરત જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રભાઈ વસાવા, અર્જુનભાઈ વસાવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

ભરૂચનાં ફુરજા વિસ્તારમાં એક વ્યક્તિનું પૂરનાં પાણીમાં ડૂબી જવાથી મોત નીપજયું હતું.

ProudOfGujarat

તિલકવાડા તાલુકાના વનમાળા ગામે મારક હથિયારો વડે જીવલેણ હુમલો કરાયો.

ProudOfGujarat

વાગરા: સાયખા GIDC માં નેરોલેક કંપનીમાં ભીષણ આગ, કામદારોમાં નાસભાગ, કારણ અકબંધ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!