Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ભરૂચ કોંગ્રેસ દ્વારા નેતા બનો નેતા પસંદ કરો અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો.

Share

ભરૂચ જિલ્લાના કોંગ્રેસ કાર્યાલય ખાતે આજરોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નેતા બનો નેતા પસંદ કરો અભિયાન અંતર્ગત સેમિનાર યોજાયો હતો. ભરૂચ જિલ્લા કાર્યાલય ખાતર કોંગ્રેસ પાર્ટી પૂર્વ અધ્યક્ષ રાહુલજીના નેતા બનો નેતા પસંદ કરો અભિયાન અંતર્ગત કિલ્લામાં સભ્યોએ નોંધણી સંદર્ભે જે પણ જિલ્લાઓમાંથી સભ્યો ઉમેદવારી કરવામાં માંગતા હોય તેવા ઉમેરવારોને માર્ગદર્શન મળી રહે તે માટે કાર્યક્રમ યોજાયો હતો.

જિલ્લા કોંગ્રેસ આવનારા સમયમાં યુવા શક્તિને સાથે રાખીને કોંગ્રેસ પાર્ટીને મજબૂત બનાવેને આગળ આવે તેવા પ્રયત્નો કરી નેતા બનો નેતા પસંદ કરોના સભ્યોની નોંધણી પ્રક્રિયા કરવામાં આવી હતી.

આજરોજ યોજાયેલ કાર્યક્રમમાં યુવા નેતા શેરખાન પઠાણ, ચૂંટણી ઇન્ચાર્જ અજય પ્રતાપ, નગરપાલિકા વિપક્ષના નેતા સમશાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા સહીત અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકા પંચાયત દ્વારા ગ્રામ પંચાયતોને વિવિધ યોજનાઓના કામોના વર્ક ઓર્ડર વિતરણ કરાયા.

ProudOfGujarat

વનસ્પતિજન્ય માદક પદાર્થ સુકા ગાંજા સાથે આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી.નર્મદા પોલીસ.

ProudOfGujarat

ગોધરા : નદીસર ગામે આઈ.ટી.આઈ સંસ્થાની નકલી માર્કશીટો કાઢવાના કૌભાંડનો SOG શાખાએ પર્દાફાશ કર્યો, બે યુવકો ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!