Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા જીઆઇડીસીમાં રાત્રિ દરમિયાન દીપડો જાહેરમાં દેખાયો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તામાં તેમજ ડુંગર વિસ્તારમાં અવાર નવાર દીપડાઓ નજરે પડતા હોય છે.ઘણીવાર દિપડાઓ સીમમાં ક‍ામ કરતા ખેડૂતો તેમજ ખેત મજુરોને પણ નજરે પડતા હોય છે. કાંઠા વિસ્તારમાં શેરડીના ખેતરોમાં દીપડાને રહેવા માટે અનુકૂળ સ્થાન મળી રહે છે. તેમજ સીમમાં શિકાર પણ મળી રહેતા હોવાથી આ વિસ્તારમાં દિપડા જોવા મળે છે.

મળતી વિગતો મુજબ ગતરોજ ઝઘડીયા જીઆઇડીસીમાં દીપડો જાહેરમાં જોવા મળ્યો હોવાની વાત સામે આવી છે. તલોદરા ગામ નજીકની એક કંપની પાસે મુખ્ય રસ્તા પર દીપડો લટાર મારી રહ્યો હોવાના વિડિયો તેમજ ફોટા સોશિયલ મિડીયામાં વાયરલ થયા હતા. અગાઉ પણ ઝઘડિયા જીઆઈડીસીની એક કંપની નજીકના ઝાડી વિસ્તારમાં દીપડો જણાયો હતો.આ વિસ્તારમાં દિપડો પરિવાર સાથે વસવાટ કરતો હોવાની વાતો પણ જાણવા મળી છે.જીઆઇડીસીમાં જાહેરમાં દિપડો નજરે પડતા જીઆઇડીસીમાં રાત્રી દરમિયાન કામે જતા કામદાર વર્ગમાં ફફડાટ ફેલાયો છે.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

હવે વોટસએપ, ઈમેલથી મોકલેલી કોર્ટની નોટિસ પણ માન્ય ગણાશે : સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી.

ProudOfGujarat

શા માટે ભરૂચનાં સાંસદે લખ્યો કેન્દ્રમાં સ્ફોટક પત્ર ? જાણો વધુ.

ProudOfGujarat

અંકલેશ્વરમાં યુવાનિધિમાં વધુ વ્યાજની લાલચ આપી વિધવા સાથે 29 લાખની છેતરપિંડી કરનાર બે શખ્સો સામે ફરિયાદ નોંધાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!