Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામેથી કત્લના ઇરાદે લઈ જવાતી ચાર ભેંસો ઝડપાઈ. બે આરોપીને ઝડપી પાડ્યા, બેને વોન્ટેડ જાહેર કરાયા.ભેંસોઅને પીકઅપ સહીત 3,30,000 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો.

Share

વાંકલ ::પોલીસ સૂત્રો પાસે થી માહિતી અનુસાર ઝંખવાવ ગામેથી કત્લના ઈરાદે પીકઅપ ગાડીનંબર(GJ31- 8209)માં લઈ જવાતી ચાર ભેંસો અંગે ઝંખવાવના પીઆઈ જાડેજાને બાતમી મળીહતી.પોલીસે ગાડીને રોકવાનું સૂચન આપતા પણ ડ્રાઈવરે

ગાડી ઉભી ન રાખી, જેના પગલે પોલીસએ ફિલ્મી ઢબે પીછોકર્યો. અંતે આરોપીઓ પીકઅપ ગાડી મૂકી ભાગી છૂટ્યા.ગાડીમાં પાણી કે ઘાસચારાની કોઈ વ્યવસ્થા નહોતી.બાદમાં ગાડીછોડાવવા માટે મહમદ માણસા મુલતાની અને અલ્તાફ શેરખાન

Advertisement

મુલતાની (રહે. ઝંખવાવ)એ બળજબરી કરીને પોલીસનાકામમાં અવરોધ પેદા કર્યો, જેના બદલામાં તેમની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાય હતી.ચાર ભેંસોની કિંમત 80,000અને પીકઅપ ગાડીની કિંમત 2,20,000રૂપિયાનો એમ કુલ્લે 3,30,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.સિરાજ ઉર્ફે ‘બકરો’ ઇશાક મુલતાની અને ક્લીનરને ઝંખવાવ પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.ઝંખવાવ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.


Share

Related posts

પંચમહાલ જિલ્લામાં નાણાં ધીરધારનાં વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિઓ જોગ : સરકારે ઠરાવેલ વ્યાજદરોની મર્યાદામાં ધિરાણ કરવાનું રહેશે.

ProudOfGujarat

વડાપ્રધાન મોદી ફરી આવશે ગુજરાત : 31 ઓક્ટોબરના રાષ્ટ્રજોગ સંબોધન કરશે

ProudOfGujarat

કુખ્યાત બુટલેગર અશોક મારવાડી આખરે પોલીસ પકડમાં આવ્યો, અનેક ગુનાનો ભેદ ઉકેલતી ભરૂચ ક્રાઇમ બ્રાંચ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!