Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઘોઘંબા : રાજગઢ પોલીસે કતલ કરવાના ઇરાદે લઈ જવાતા સાત ગૌવંશોને બચાવી લીધા.

Share

પંચમહાલ જિલ્લાના પોલીસ અધિક્ષક ડૉ લીના પાટીલએ હાલોલ પોલીસ મથક નાયબ પોલીસ અધિક્ષક એચ.એ. રાઠોડને બકરી ઇદના તહેવારને અનુલક્ષીને જરૂરી સુચનાઓ અપાઇ હતી જેથી હાલોલ પોલીસ મથક નાયબ પોલીસ અધિક્ષક એચ. એ. રાઠોડ એ હાલોલ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેકટર એ. આર.પલાસને બકરી ઇદના તહેવારને ધ્યાનમાં રાખીને સધન પેટ્રોલીંગ હાથ ધરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી જેના પરિણામે રાજગઢ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેકટર આર આર ગોહિલ અને પોલીસ સ્ટાફના માણસો બકરી ઇદ તહેવાર નિમિત્તે વિવિધ જગ્યાએ સધન ચેકીંગ અને પેટ્રોલીંગ હાથ ધર્યું હતું

ત્યારે ખાનગી રાહે બાતમી મળી હતી કે બકરી ઇદના તહેવાર નિમિત્તે કેટલાક અસામાજિક તત્વો દ્વારા કતલખાને કતલ કરવાના ઇરાદે કેટલીક ગૌવંશને ઘાસચારા અને પાણી વગર ક્રૂરતાપૂર્વક બાંધી રાખી હતી જેથી રાજગઢ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેકટર આર આર ગોહિલ અને પોલીસ સ્ટાફના માણસો મધ્યરાત્રિએ ઈલમુદીન શેરમહોમદ મકરાણી તથા રમીઝ ઉર્ફ રાજા ઈકબાલભાઈ મનસૂરી બન્ને રહે. રાજગઢ પાલ્લા તા. ઘોઘંબા નાઓ ભેગા મળીને કરાડા નદીના કોતરમાં છૂટાછવાયા ગૌવંશ કતલ કરવાના ઇરાદે બાંધી રાખ્યા હતા જેથી રાજગઢ પોલીસે બળદો અને વાછરડું મળી કુલ સાત ગૌવંશને કતલખાને કતલ કરતા બચાવી લીધા હતા.

પોલિસે ઈલમુદીન શેરમહોમદ મકરાણી તથા રમીઝ ઉર્ફ રાજા ઈકબાલભાઈ મનસૂરીને કુલ સાત ગૌવંશ જેની કિંમત 65000 અને મોબાઇલ ફોન સહિત હીરો હોન્ડા પેશન પ્રો મોટરસાયકલ નંબર GJ.6 BH 7804 જેની કિંમત 15000 મળી કુલ 80500 ના મુદ્દામાલ સાથે બન્ને આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Advertisement

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

અંકલેશ્વરના ભડકોદ્રા ગામની સીમમાંથી કેમીકલ વેસ્ટનો જથ્થો મળી આવ્યો

ProudOfGujarat

ભરૂચ : સંત શિરોમણી રૈદાસ અને યુગાવતાર ડૉ.આંબેડકર રાષ્ટ્રીય સેવા સંઘ દ્વારા જીલ્લા કલેકટરને આવેદન પાઠવાયું.

ProudOfGujarat

વિસાવદર નગરપાલિકાની સામાન્ય બજેટ વર્ષ 2020-2021 નું વિકાસલક્ષી બજેટ મંજૂર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!