Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ : જિલ્લામાં છ દિવસ બાદ સાર્વત્રિક વરસાદથી પ્રજાને ગરમીમાંથી છુટકારો, ખેડૂતોમાં હરખ..

Share

ભરૂચ જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ ફરી મેઘરાજાએ પધરામણી કરતા પ્રજાને આકરી ગરમીમાંથી રાહત મળી છે. જ્યારે ખેડૂતોના પાકને જીવતદાન મળતા હરખની હેલી જોવા મળી રહી છે.ભરૂચ પંથકમાં દિવસના ઉકળાટ બાદ આખરે વરસાદ ની વીજ કડાકા સાથે ધમાકેદાર એન્ટ્રી થઇ ભરૂચ શહેરમાં છેલ્લા કેટલાય દિવસના ઉકળાટ બાદ સાંજે ભારે પવન સાથે વરસાદ શરૂ થઇ ગયો હતો. શહેરમાં વાદળછાયું વાતાવરણ સર્જયું હતું . વરસાદના પગલે લોકોને ગરમીમાંથી રાહત અનુભવી હતી. હવામાન વિભાગ દ્વારા 12મી પછી એટલે કે જગાન્નાથ મંદિર ની યાત્રા નીકળ્યા બાદ વરસાદની આગાહી જણાવી હતી.જેને લઈને આજના દિવસે મેધારાજા મન મૂકીને વરસી રહ્યા હતા. શહેરીજનો ગરમીથી ત્રસ્ત થઇ ગયા હતા. જોકે, સાંજના સમય બાદ ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થતાં ઠંડક પ્રસરી ગઇ હતી. જેને પગલે લોકોએ ગરમીથી રાહત થઇ હતી.
ભરૂચ જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ ફરી મેઘરાજાએ મન મૂકીને પધામણ કરતા પ્રજાને આકરી ગરમીમાંથી રાહત મળી છે. જ્યારે ખેડૂતોના પાકને જીવતદાન મળતા હરખની હેલી જોવા મળી રહી છે.

Advertisement

Share

Related posts

બરોડા બીએનપી પારિબા ઓવરનાઇટ ફંડે વિશ્વસનીય ટૂંકા ગાળાના રોકાણ વળતર પૂરા પાડવાના છ વર્ષની ઉજવણી કરી

ProudOfGujarat

ભારે વરસાદ ને કારણે ઉભરાટ પાણી પુરવઠા યોજના ની ટાંકી ધરાશાય

ProudOfGujarat

ભરૂચ એલસીબીની ટીમે ઝઘડિયા ટાઉનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!