Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : પાલેજ પોલીસ મથક ખાતે પોલીસ ઇન્સ્પેક્ટરની અઘ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ.

Share

આગામી બુધવારના રોજ મુસ્લિમ સંપ્રદાયના બકરી ઈદના પર્વ નિમિત્તે પાલેજ પોલીસ મથક ખાતે પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર બી. પી. રજ્યાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી. આયોજિત શાંતિ સમિતિની બેઠકમાં પોલીસ ઇન્સ્પેકટર બી. પી. રજ્યાએ બકરી ઈદ પર્વ કોમી એખલાસ, ભાઈચારા તેમજ સોહાર્દભર્યા વાતાવરણમાં ઉજવવા ખાસ અપીલ કરી હતી.

સાથે સાથે કોઈપણ જાતની અફવાઓ પર ધ્યાન ન આપવા હાલ ચાલી રહેલી કોરોના મહામારીમાં સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા તેમજ સરકાર દ્વારા પ્રતિબંધિત કરાયેલા પશુઓની કતલ ન કરવા સૂચના આપી હતી. જરૂર પડે તો પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું. શાંતિ સમિતિની બેઠકમાં નગરની તમામ મસ્જિદોના ટ્રસ્ટીઓ તેમજ નગરના આગેવાનો હાજર રહ્યા હતા. બેઠકમાં ઉપસ્થિત ટ્રસ્ટીઓ સહિત નગરના આગેવાનોએ પૂર્ણ સહકારની ખાત્રી આપી હતી.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

ઉમરપાડા તાલુકા પંચાયતના પ્રમુખ પદે રમેશભાઈ વસાવાની પસંદગી કરાઇ

ProudOfGujarat

ભરૂચ : વાગરા એસ.બી.આઈ બેંકનું સર્વર ખોટકાતા ખાતેદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.

ProudOfGujarat

સુરત-રાંદેર અને વેડરોડને જોડતો કોઝવે બંધ-હજારો લોકોને પડશે ભારે હાલાકી……

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!