Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : માંગરોળ તાલુકા યુવા મોરચા ભાજપની પ્રથમ કારોબારી બેઠક યોજાઇ.

Share

માંગરોળ તાલુકા મથક ખાતે માંગરોળ તાલુકા ભાજપ યુવા મોરચાની કારોબારી બેઠક મળી હતી. જેમાં વિવિધ કાર્યક્રમો અને ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં ગુજરાત પ્રદેશ યુવા મોરચા દ્વારા વિવિધ કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી હતી.રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત આવનારી ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીને વધુમાં વધુ લીડથી જીતાડવા માટે યુવા મોરચા સતત કાર્યરત રહી આગળ વધે તે અંગે સૂચનો કરવામાં આવ્યા હતા.

Advertisement

આ બેઠકમાં સુરત જિલ્લા યુવા ભાજપના મહામંત્રી ધવલસિંહ ખેર તથા માંગરોળ તાલુકાના પ્રભારી રામભાઈ, માંગરોળ તાલુકા યુવા મોરચાના પૂર્વ પ્રમુખ અર્જુનસિંહ રાણા, માંગરોળ તાલુકા યુવા મોરચાના પ્રમુખ મિહિર પટેલ, મહામંત્રી સતિષભાઈ હાજર રહ્યા હતાં.ઉપરાંત મોટી સંખ્યામાં યુવા મોરચાના કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતાં.

વિનોદ મૈસુરીયા, વાંકલ.


Share

Related posts

ભરૂચનાં નેત્રંગ ખાતે વધતા જતા કોરોના સંક્રમણને અટકાવવા આજથી ચાર દિવસનું સ્વયંભુ લોકડાઉન કરવામાં આવ્યું.

ProudOfGujarat

મોબાઇલના વિક્રેતાને ડિફોલ્ટ ચેક આપી 11 લાખથી વધુની છેતરપિંડી કરનારને ઝડપી પાડતી વડોદરા એલ.સી.બી. પોલીસ.

ProudOfGujarat

જળ માટે જંગ, ઝઘડિયાનાં પીપરપાન ખાતે વર્ષોથી પાણી વગર વલખા મારતા લોકો, અંતરિયાળ વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓથી વંચિત ગામડાઓની વ્યથા આખરે તંત્ર ક્યારે સાંભળશે..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!