Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંચનના શોખીન ગુજરાતી પિતાની અમેરિકામાં રહેતા સંતાનોએ અનોખી રીતે અંતિમક્રિયા કરી

Share

:માતાપિતાની ઈચ્છા પૂરી કરવી દરેક સંતાન પોતાનું કર્તવ્ય ગણે છે. તેમાં પણ તેમના મૃત્યુ સમયે તેમની અંતિમ ઈચ્છા તેમજ તેમના શોખની બાબતો કરવામાં સંતાનો હંમેશા તત્પર રહેતા હોય છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. વાંચનપ્રેમી પિતાને વિદેશમાં રહેતા દીકરા-દીકરીઓએ યાદગાર રહે તેવી વિદાય આપી છે.

વર્ષોથી ગુજરાતી અખબારો વાંચવાના શોખીન મૂળ દાહોદના મુંબઈ સ્થિત આધેડ અનંતભાઈ મહેન્દ્રભાઈ દેસાઈ, ભારતથી અમેરિકા માં કેલિફોર્નિયા ખાતે રહેતા દીકરા અભિન દેસાઈને ત્યાં ગયા હતા. ત્યાં તારીખ 22 જુલાઈના રોજ રાતના સમયે જમીને ચાલવા જતા સમયે તેમને એટેક આવ્યો હતો. તેમનો દીકરો તેમને નજીકની‌ મોટી હોસ્પિટલમાં પણ લઈ ગયો. જ્યાં તબીબે તૈયારીમાં ત્રણ સ્ટેન્ટ પણ મૂક્યાં હતા. પરંતુ બાદમાં પલ્સ સતત ઘટતા અનંતભાઈનું આકસ્મિક અવસાન થયું હતું.

Advertisement

બાદમાં તા.27 જુલાઈએ નિર્ધારિત થયેલ તેમની અંતિમવિધિ માટે તેમના દીકરા અભિન અને દીકરી અદિતીએ અંતિમ વિધિ કરી હતી. પરંતુ આ પહેલા સંતાનોએ વાંચનપ્રિય પિતાને અનોખી શ્રદ્ધાંજલિ આપી હતી. પિતાના કોફિન ઉપર ગુજરાતી અખબાર મુકવાનો નિર્ણય લીધો હતો. છેલ્લા કેટલાક વર્ષોથી વાંચન વગેરે ઓનલાઈન થતું જાય છે તેવા સમયે ગુજરાતી અખબાર જગત માટે આ ખૂબ મોટી ઘટના છે.અંનતભાઈની અંતિમવિધિ માટે ગુજરાતી દૈનિક લાવવાનુ હતું. તેથી છેક ન્યુજર્સીથી કુરિયરથી લેટેસ્ટ ગુજરાતી દૈનિક મંગાવવામાં આવ્યું હતું. જેને કોફીનમાં પિતાના મૃતદેહ પાસે મૂકવામાં આવ્યું હતું. તેના બાદ ઘી, અબીલ, કંકુ વગેરે સાથે હિંદુ સંસ્કાર મુજબ અંતિવિધિ કરાઈ હતી.

મૂળ દાહોદના વૈષ્ણવ જ્ઞાતિના અનંતભાઈ દેસાઈ દાહોદ પોલિટેકનિકમાં ભણ્યા બાદ આરંભે છૂટીછવાઈ નોકરીઓ બાદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)માં નોકરી મેળવી હતી. તેના બાદ ખૈરનારના સમયે ડિમોલેશન વિભાગના જ અધિકારીના પદ સુધી પહોંચ્યા. સાથે શેરબજારમાં પણ સક્રિય એવા અનંતભાઈ આર્થિક સંપન્ન બન્યા બાદ નોકરીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ વર્ષોની હરવાફરવાની ઈચ્છા પુરી કરવામાં લાગ્યા હતા. ગત 15 વર્ષોમાં દુનિયાના 50 જેટલા દેશોનો પ્રવાસ કર્યો. દિકરા- દિકરી લગ્ન બાદ અમેરિકા સેટ થતાં વર્ષે ચાર-પાંચ માસ‌ માટે એક વખત તો અમેરિકા આવતા જ રહ્યાં. અનંતભાઈ વાંચનના ભારે શોખીન હતા. મુંબઈ વસવાટના છેલ્લા 40 જેટલા વર્ષોથી અંગ્રેજી અખબારો ઉપરાંત અનેક ગુજરાતી દૈનિકો વેચાતા લઈ વાંચતા હતા. તેઓ પ્રવાસ દરમ્યાન પણ ગમે ત્યાં હોય પણ સ્થાનિક બુકસ્ટોલ ઉપરથી શક્યત્ ગુજરાતી દૈનિકો વેચાતા લાવીને વાંચતા.


Share

Related posts

રાજપીપલના રાણીપરા નામલગઢ તરફથી આવતી ST બસોને કુંવરપુરા ગામ પાસે વિદ્યાર્થીઓએ રોકી આંદોલન છેડ્યું : આપના આગેવાનને પોલીસે ડિટેન કર્યા

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગ ખાતેથી ટ્રકમાં ચોર ખાનું બનાવી વિદેશી દારૂ ભરી લઇ જતી મહારાષ્ટ્ર પાસિંગની ટ્રક ઝડપી પાડતી ક્રાઈમ બ્રાંચ, લાખોનો મુદ્દામાલ કબ્જે.

ProudOfGujarat

પંચમહાલ જીલ્લાના ઘોઘંબા તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઇને ઘોંઘબા તાલુકા કોંગ્રેસ સમિતીની મિટીંગ યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!