ભરૂચ પંથકના સનવીલા સોસાયટીના, વિશ્વંભર સોસાયટી અને ગણેશ કુંજ સોસયટીના રહીશોમાં આજે રોષનો માહોલ સર્જાયેલ છે. ગેરકાયદેસર રીતે બંધાયેલ ગણેશ આર્કેડના રહેવાસીઓ દ્વારા સોસાયટીમા બેદરકારીભર્યું વર્તન જોવા મળતા આસપાસના રહીશો ચિંતાતુર થતાં આખરે આજે મૌન તોડ્યું હતું.
ભરૂચ પંથકમાં આવેલ ગણેશ આર્કેડના રહીશો દ્વારા સોસયટીમાં બેદરકારીભર્યું વર્તન થતું હોવાની લોકચર્ચાઓ થઈ રહી હતી. મળતી માહિતી અનુસાર ગણેશ આર્કેડ દ્વારા વર્ષોથી ઉભરાતી ગટરોનો કોઈ નિકાલ કરવામાં આવી રહ્યો નથી સાથે ગટરોનું ગંદુ પાણી અને મળનું પાણી પણ રસ્તા પર નીકળી આવતા રોગચાળોના ભયથી લોકોમાં આક્રોશનો માહોલ સર્જાયો હતો.
આસપાસના રહીશો દ્વારા અવારનવાર સરકારી તંત્રને જાણ કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી હાથ ધરવામાં આવી ન હતી સાથે રહીશો દ્વારા જાણ કરવામાં આવી હતી કે ત્યાં દારૂના અડ્ડા ચાલવામાં આવી રહ્યા છે. તો તંત્રે ઉજાગર થઈ અને ગેરકાયદેસર રીતે બનેલા ગણેશ આર્કેડમાં ચાલતા ગેરકાયદેસરના કામો અંગે તપાસ હાથ ધરવી જોઈએ અને વહેલી તકે થતાં ગંદકીના સામ્રાજ્યને અટકાવવું જોઈએ.
ભરૂચ : ગણેશ આર્કેડ દ્વારા ગંદુ પાણી રસ્તા પર કાઢતા રહીશોમાં આક્રોશ : તત્કાલીક ધોરણે ઉભરાતી ગટરો બંધ કરવા આપી ચીમકી.
Advertisement