Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ પંથકમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય : પ્રજાને પડી રહેલ તકલીફો પર ધ્યાન આપી સમસ્યાઓનું નિરાકરણ માટે ઉઠી માંગ…!

Share

સવિનય સહ જણાવવાનું કે નેત્રંગ ગામમાં પ્રજાને પડતી સમસ્યાઓ નીચે મુજબ છે. જે બાબત પર ગ્રામપંચાયત સરપંચશ્રી ધ્યાન આપી સમસ્યા નું નિરાકરણ લાવે એવી આશા રાખવામા આવી હતી , દર મંગળવારે ભરતા મંગળવારી હાટ બજાર માં ૭૮ ગામની ગરીબ આદિવાસી પ્રજા ખરીદી માટે આવતી હોય છે. નાના-મોટા દુકાનદારો તેમજ ગ્રાહકોને હાટબજાર વિસ્તારમાં પડેલા ખાડાઓ તેમજ ગંદકી ની સમસ્યા નું નિરાકરણ. નેત્રંગ ગ્રામપંચાયત માં દિવ્યાંગ વ્યક્તિઓ માટે રેમ્પ ની સુવિધાનો અભાવ છે. જે બાબતે વારંવાર મૌખિક રજૂઆતો બાદ આજ દિન સુધી નિરાકરણ આવ્યું નથી તો આ સમસ્યા નું નિરાકરણ કરવા અંગે માંગ ઉઠી હતી .

નેત્રંગ પંથકમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય છે. ઘણા વિસ્તારમાં ગ્રામપંચાયત દ્વારા કાયમી સાફસફાઈ કરાવવામાં આવતી નથી. નેત્રંગ-અંકલેશ્વર રોડ ઉપર આવેલ અને ચારરસ્તાને સમાંતર જ જીલ્લા પંચાયત હસ્તકના ગેસ્ટહાઉસના ટેકરા પાસે તેમજ આયુષ્માન ભારતના ના મકાન પાસે એટલે કે સામુહિક આરોગ્ય કેન્દ્ર સામે કચરાના ઢગલા ને કારણે મચ્છરનો ઉપદ્રવ વધતા જીવલેણ રોગચાળો-કોરોના સંક્રમણના થવાની દહેશત સમસ્યા નું નિરાકરણ. ચાર રસ્તા થી જલારામ મંદિર ગાંધી બજાર સુધીનો તેમજ ગાંધી બજાર થી પોષ્ટ ઓફીસ વિસ્તાર સુધી બનાવેલ ડામર રોડ થોડાજ સમય મા ડામર થી કપચી મેટલ છુટા પડી જતા આ રસ્તા ઓ પર ભરઉનાળે ધુળ ઉડતા તેમજ ખાડાઓ થી પ્રજા તોબાપોકારી ઉઠી છે ત્યા ચોમાસા ની સિઝન શરૂ થતા જ ઠેરઠેર ખાડા તેમજ કાદવકિચડ થી લોકો હેરાનપરેશાન થઇ રહ્યા છે.

Advertisement

Share

Related posts

બેંક મેનેજર યુવક અને ડોક્ટર યુવતી 17 મિનિટની આરતીથી લગ્ન ગ્રંથીમાં જોડાશે મહેમાનો પણ ઘરેથી ટિફિન લાવી લગ્ન પ્રસંગમાં એક બીજા સાથે ભોજન કરશે

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં ગાંધી બજાર વિસ્તારમાં ખુલ્લી ગટર અંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ પરીમલસિંહ રણા અને અન્ય લોકોએ આ ઘટના વખોડી.

ProudOfGujarat

હાંસોટી ખારવા સમાજ ભરૂચ દ્ધારા કોરોના વાયરસથી બચવા લેમન–ટીનું વિતરણ કરવામાં આવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!