Proud of Gujarat
FeaturedGujaratINDIA

છોટાઉદેપુર : સાંકડીબારીનો કાચો રસ્તો R & B વિભાગે સરખો ન કરતાં ગ્રામજનોને હાલાકી.

Share

આઝાદીના વર્ષો બાદ પણ નસવાડીના ડુંગર વિસ્તારના ગામડામાં પાકા રસ્તા બન્યા નથી. પરંતુ ભાજપ સરકાર હાલ પ્રજાલક્ષિ વિકાસના કામની જે વાત કરે છે તેમાં છેવાળાના માનવીની સરકાર ફીકર કરે છે. પરંતુ સરકારી તંત્રના મસમોટા પગાર લેતા અધિકારીઓને હવે કોઈ ફરક પડતો નથી જેનું ઉત્તમ ઉદાહરણ છેલ્લા 20 દિવસથી સાંકડીબારી, ગનીયાબારી ગામના ગ્રામજનો સંપર્ક વિહોણા છે. છતાંય આર એન્ડ બી વિભાગથી લઈ તાલુકાનું તંત્ર ધ્યાન આપતું નથી.

સાંકડીબારીના ગ્રામજનો વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી પહેલા જાતે રસ્તો સરખો કરવા લાગ્યા હતા. કારણ કે ગામના જીપ ચાલકની પત્નીને પ્રસુતિના દિવસ પસાર થઈ રહ્યા હતા. સોમવારના દિવસે ગ્રામજનો રસ્તો સરખો કરી જીપને ગામમાં લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મોટા ખાડા હોઇ રસ્તો બધી રીતે સરખો થયો ન હતો. જીપ ગામમાં આવી ન શકી અને બીજા દિવસે રસ્તો સરખો કરવા માટે ગ્રામજનોએ ચર્ચા કરી હતી.

Advertisement

પરંતુ મોડી રાતના 12 વાગ્યા પછી જીપ ચાલકની પત્નીને પ્રસૂતાનો દુખાવો ઉપડ્યો હતો. ગામના ઘર દૂર દૂર હોઇ મહિલાને છોટીઉંમર કે જ્યા જીપ હતી ત્યાં ઉચકીને લઈ જવા માટે પૂરતા લોકો પણ ન હતા. ગામની બે મહિલાઓએ જીપ ચાલકની પત્નીને પ્રસુતી કરાવી હતી. સરકાર બાળક માતાના ગર્ભમા ઉછેર થાય ત્યાંથી લઈ બાળકનો જન્મ થાય ત્યાં સુધીની વાત કરે છે. પરંતુ સાંકડીબારીના ગ્રામજનો માટે જાણે એ લાગુ પડતું નથી. કાચો રસ્તો જાતે રિપેરિંગ કરવા મજબુર બન્યાના અહેવાલ બાદ પણ જિલ્લા આર એન્ડ બી વિભાગે ધ્યાન આપ્યું નથી. ત્યારે એ અધિકારીઓની માનવતા હવે મરી પરવારી હોવાનું ગ્રામજનો જણાવ્યું છે.

20 દિવસથી બે ગામોમાં વાહનો જઈ શકતા નથી, જાતે રસ્તો બનાવવાનો પ્રયત્ન કર્યો, પણ શક્ય ન બન્યું 20 દિવસથી બે ગામમાં કોઈ વાહન જતું નથી. મારા ગામના લોકો ભેગા થઈ રસ્તો સરખો કરવા લાગ્યા પણ જેસીબીથી રસ્તો થાય તેમ છે. મારી પત્નીની ડિલિવરી જાતે ગામમાં કોઈપણ સુવિધા વગર કરાવવી પડી હતી. અધિકારીઓ અમારા ગામના રસ્તા સરખા કરાવતા નથી તો વિકાસની વાત શુ કરવાની.

108 તો આઝાદીના વર્ષો બાદ પણ ગામમાં આવી નથી આર એન્ડ બી ની જવાબદારી છે. છતાંય નોટિસ મળશે, શું થશે ? ખુલાસો આપી છુટા થઈ જઈશું. તેવું બધા અધિકારીઓ સમજી ગયા છે. આ પરિસ્થિતિ અધિકારીઓના ઘરે સર્જાય તો શું થાય તેમ ગ્રામજનો પોતાની વેદના જણાવી રહ્યા છે.

ફૈજાન ખત્રી કલારાણી જિ.છોટાઉદેપુર


Share

Related posts

રાજકોટમાં આરટીઓ કચેરીમાં આગ લાગતા લાખોનું નુકશાન, મોટી જાનહાની ટળી.

ProudOfGujarat

પંચમહાલ : ડોક્ટરના મુવાડા ગામે એન.એસ.એસ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

ગોધરાની શ્રીજી નગર સોસાયટીનાં રહિશોએ મેન ગેટ બહાર લગાવ્યા પોસ્ટર બહારના કોઈ પણ વ્યક્તિએ સોસાયટીમાં પ્રવેશ કરવો નહિ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!