Proud of Gujarat
INDIAFeaturedGujarat

વાલીયા તાલુકાના કોંઢ ગામે ઘર આંગણે પાર્ક કરેલ ઇકો કારની ઉઠાંતરી.

Share

વાલીયા તાલુકાના કોંઢ ગામે રહેતા મહંમદ બિલાલ અહમદ બેગ અંકલેશ્વર કાપોદ્રા પાટિયા ખાતે ચશ્માની દુકાન ધરાવે છે. ગતરોજ મહંમદ બિલાલ રાત્રે ૯ વાગ્યે તેમની દુકાનેથી પરત ઘરે આવી ઘરના આંગણામાં પોતાની માલિકીની ઇકો કાર પાર્ક કરીને સુઈ ગયા હતા. બીજે દિવસે સવારે તેમણે બહાર જોયું તો પાર્ક કરેલ ઈકો ગાડી જણાયેલ નહીં. આજુબાજુમાં તથા ગામમાં ઈકો ગાડીની તપાસ કરતા તે મળી આવેલ નહીં. આશરે રૂ. ૧,૭૦,૦૦૦ ની કિંમતની ઈકો ગાડી કોઈ અજાણ્યા ચોર ઈસમો રાત્રી દરમિયાન ડુપ્લીકેટ ચાવીથી અગર લોક તોડી ચોરી કરીને લઇ ગયા હતા, જેથી મહંમદ બિલાલ બેગે વાલીયા પોલીસ મથકમાં ગાડી ચોરીની ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

અંક્લેશ્વરના ભડકોદ્રા ગામે ઘરમાં જ જુગાર રમતાં પાંચ ઝબ્બે

ProudOfGujarat

હાથ બનાવટના દેશી કટ્ટા સાથે પોલીસે એક સગીર સહિત બેને ઝડપી પાડ્યાં : સુરત ગ્રામ્ય એલ.સી.બી. પોલીસની કડોદરા જીઆઈડીસી પોલીસ મથક હદમાં કાર્યવાહી

ProudOfGujarat

ગોધરા એપીએમસી દ્વારા મોદીજીના જન્મદિવસે ૬૦૦૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!