Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા બી ડીવીઝન પોલીસે પશુઓને કતલ કરવાના ઇરાદે લઇ જતા બે ઈસમોને ઝડપી પાડયા.

Share

ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે કતલ કરવાના ઇરાદે લઈ જવાના ચાર જેટલા પશુઓને બચાવીને બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકના પી.આઈ.એચ.એન. પટેલને બાતમી મળી હતી કે એક ટાટા કલરની ગાડી જેમાં કતલ કરવાના ઇરાદે ભેંસો ભરીને ટીમ્બા પાટીયાથી ગોધરા તરફ આવનાર છે. આથી પોલીસે બાતમી વાળી જગ્યાએ જઈને તપાસ હાથ ધરતા ગાડીમાં કુરપૂર્વક બાંધી રાખેલી બે ભેંસો મળી આવી હતી અને ગાડીના ચાલક ઈરફાન ઈબ્રાહીમ રજાક મન્સૂરીને ઝડપી પાડ્યો હતો. ગોધરા લીલેસરા બાયપાસ ચોકડી પાસે એક ઇસમ બે ગૌવંશ દોરીને આવતો હતો. પોલીસની ગાડી જોઈને તે ભાગવા જતા પોલીસે એમનો પીછો કરી તેને પકડી લીધો હતો અને તે કતલ કરવાના ઇરાદેથી લઈ જતો હોય આરોપી પ્રવીણભાઈ વસાવાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

માંગરોળના વાંકલ ખાતે અંબાજી માતાના મંદિરે આઠમ પર્વ નિમિત્તે હોમહવનનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ : નૂપુર શર્મા અને નવીન જિંદલ સામે કાર્યવાહીની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat

બ્રહ્માકુમારીઝ દ્વારા નડીઆદની સમાજસેવા અગ્રણીઓનો સન્માન સમારંભ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!