Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ મામલતદાર કચેરીનાં હૉલ ખાતે સ્વતંત્ર દિવસનાં આયોજનનાં ભાગરૂપે મિટિંગ યોજાઇ.

Share

આગામી તારીખ ૧૫ મી ઓગસ્ટના રોજ 75 માં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવનાર હોય માંગરોળ તાલુકા કક્ષાની ઉજવણી મામલતદાર કચેરી માંગરોલના પટાંગણમાં રાખવામાં આવેલ હોય, આ અંગે આયોજનની એક મિટિંગ મામલતદાર ડી.કે. વસાવાની ઉપસ્થિતિમાં મામલતદાર કચેરીના હોલમાં રાખવામાં આવેલ હતી. આ મિટિંગમાં મામલતદાર ડી.કે વસાવા, નાયબ મામલતદાર ગીરીશભાઈ પરમાર, માંગરોળ તાલુકા વિકાસ અધિકારી ચંદ્રસિંહ પઢીયાર, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ભુપેન્દ્રભાઈ મોદી તેમજ અન્ય વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.

અગામી ૧૫ મી ઓગસ્ટના સવારે 9:05 કલાકે મામલતદાર ડી.કે. વસાવાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે, તેમજ વિવિઘ વિભાગના કોરોના વોરિયર્સનુ પણ સન્માન કરવામાં આવનાર છે, તદુપરાંત તારીખ 14 ઓગસ્ટના રોજ સાંજે 5:00 કલાકે મામલતદાર કચેરી માંગરોળના પટાંગણમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખવામાં આવેલ છે તથા માનનીય મુખ્યમંત્રીનો લાઈવ કાર્યક્રમ નિહાળવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે તે દિવસે અધિકારી પદાધિકારીઓ પણ હાજર રહેશે.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

વરેડીયા ચોકડી નજીક ટ્રક અને ટેમ્પા વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો …બે અજાણ્યા ઇસમોના મોત.

ProudOfGujarat

નર્મદામાં અંદાજે રૂા.૩૦૩.૩૮ લાખના ખર્ચે ૬૮ જેટલી નવીન પાણી પુરવઠા યોજના મંજૂર

ProudOfGujarat

તિલકવાડા તાલુકાના વનમાળા ગામે મારક હથિયારો વડે જીવલેણ હુમલો કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!