Proud of Gujarat
INDIAFeaturedGujarat

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગોધરા સરદાર નગરખંડ ખાતે 14 ઓગષ્ટની રાત્રે ભવ્ય મુશાયરો યોજાશે.

Share

આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે ગોધરા સરદાર નગરખંડ ખાતે નગરપાલિકા ગોધરા, લાયન્સ ક્લબ ગોધરા તથા પરિવેશ સામયિક આયોજિત ભવ્ય મુશાયરો તા.14 ઓગસ્ટના રોજ રાતે 8 કલાકે ગોધરા નગરપાલિકા પ્રમુખ સંજય સોની અને શિવદયાલ શર્માના મુખ્ય મહેમાન પદે યોજાશે. જેમાં પંચમહાલ મહીસાગર દાહોદ વડોદરા છોટાઉદેપુર અમદાવાદના નામાંકિત ગઝલકારો કવિઓ આઝાદી લક્ષી રચનાઓનું પઠન કરશે. જેમાં વિનોદ ગાંધી, હરિશ ધોબી, હનીફ રાજા, પિયુષ પરમાર, રાજેશ વણકર, પ્રવીણ ખાંટ, વિનુ બામણીયા, રાકેશ સાગર, કૌશિક પરમાર’ઉસ્તાદ’, શૈલેષ ચૌહાણ, સતીષ ચૌહાણ, બાબુ પટેલ’બીલે’, સંદીપ ભાટિયા, દિલીપસિંહ પુવાર, જીબીશા પરમાર, યુસુફખાન પઠાણ, ફિરોઝખાન પઠાણ, પિયુષ કનેરીયા વગેરે કવિઓ આઝાદીનો ઉત્સવ ગઝલ દ્વારા ઉજવશે. સાહિત્યરસિક મિત્રોએ કાર્યક્રમમાં કોવિડ-19 ના નિયમોનું ચુસ્તપણે પાલન કરી મુશાયરો માણવા આયોજકોની અપીલ છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ભરૂચ : પત્તા પાનાં વડે હારજીતનો જુગાર રમાડતા બે ઇસમોને ઝડપી પાડયા.

ProudOfGujarat

નવસારીના વિજલપોર કૃષ્ણનગર વિસ્તારમાં થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો, આરોપીની ધરપકડ

ProudOfGujarat

ભરૂચ જીલ્લા કલેકટરએ પત્રકાર પરિષદ યોજી નર્મદા નદીનાં પૂર અંગેની માહિતી આપી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!