Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડા તાલુકાના વાડી ગામે યુવક તળાવમાં ડૂબી જવાથી મોત નીપજ્યું.

Share

ઉમરપાડા તાલુકાના વાડી ગામના તળાવ ફળિયામાં રહેતા એક ૩૫ વર્ષીય યુવકનું તળાવના પાણીમાં ડૂબી જવાથી કરૂણ મોત નિપજ્યું. વાડી ગામના તળાવ ફળિયામાં રહેતો સંદીપભાઈ સંપતભાઈ વસાવા ઉંમર વર્ષ ૩૫ તળાવમાં ન્હાવા માટે ગયો હતો ત્યારે તળાવમાં તેનો પગ લપસી જતા ઊંડા પાણીમાં ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું હતું .આ યુવક વાલિયા ખાતે ડી.જી.વી.સી.એલ. કંપનીમાં લાઇનમેન તરીકે નોકરી કરતો હોવાનું જાણવા મળી રહ્યું છે.

ઘટનાની જાણ મરણ જનારના પિતા સંપતભાઈએ ઉમરપાડા પોલીસને કરતા પોલીસે ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી મૃતદેહનો કબ્જો લઈ પી.એમ સહિતની કાર્યવાહી શરૂ કરી છે.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

હવે રેશનકાર્ડ સંબંધિત સેવા-માહિતી આંગળીના ટેરવે : ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી રેશનકાર્ડમાં સુધારા માટે અરજી કરી શકાશે.

ProudOfGujarat

ભરૂચ નગર પાલિકાની સામાન્ય સભા વિપક્ષ ના હોબાળા વચ્ચે પૂર્ણ થઇ હતી-જેમાં વિવિધ ૫૫ જેટલા કામોના મુદ્દાઓને સર્વાનુમતે મંજુરી આપવામાં આવી હતી…..

ProudOfGujarat

વડોદરા : મોંઘવારીના વિરોધમાં કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન યોજી વિરોધ વ્યક્ત કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!