Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના બંબાખાના વિસ્તારમાં ગુજરાતના ખ્રિસ્તી સમાજના સંગઠનની બેઠક યોજાઈ

Share

જેમાં ખ્રિસ્તી સમુદાયના લોકોના પડતર પ્રશ્નો, સમાજના લોકોને પડતી મુશ્કેલી અને જરૂરિયાતો,સમાજના લોકોને એકજુથ કરી જાગૃતિ લાવવી,સરકારના નીતિ નિયમોને આધીન યોગ્ય સ્થળે ચર્ચ બાંધવા તેમજ કેટલાક લોકો દ્વારા ચર્ચ તોડી પાડવાના બનાવો અંગે ભરૂચ શહેરના બંબાખાના-વેજલપુર વિસ્તાર સ્થિત જીવન આધ્યાત્મિક કેન્દ્ર ખાતે સમસ્ત ખ્રિસ્તી સમાજ, ગુજરાત દ્વારા સંગઠન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ સમસ્ત ખ્રિસ્તી સમાજ, ગુજરાત સંગઠન દ્વારા શહેરના બંબાખાના-વેજલપુર વિસ્તારમાં આવેલા જીવન અધ્યાત્મિક કેન્દ્ર ખાતે ભરૂચ તથા નર્મદા જિલ્લા ખ્રિસ્તી સમાજના આગેવાનો અને સભ્યોની સંગઠન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને સમગ્ર મામલે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેથી તેમણે મળતા પૂરા હક્ક મળી રહે .
યોજાયેલ બેઠકના મુખ્ય વક્તા ગુજરાત હાઇકોર્ટના વકીલ સંજય એલિયાસ,એડવોકેટ હરિસિંગ વસાવા, સંગઠન મંત્રી દિપક ગામિતે સહિત આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર મંચના ચેરમેન ટી.ઓનકાર, સમસ્ત ખ્રિસ્તી સમાજના પ્રમુખ મુકેશ ભગત, ઉપપ્રમુખ સંદીપ રજવાડી હાજર રહી મોટી સંખ્યામાં સમાજના લોકો તમામ સમાજના લોકોને બંધારણીય હક્કો અંગે માહિતગાર કર્યા હતા..

Advertisement

Share

Related posts

ગોધરા : છેલ્લા ૨૮ દિવસોમાં કોઈ કોરોના પોઝિટિવ કેસો ન મળતા જિલ્લાનાં વધુ કેટલાક વિસ્તારોને ક્લસ્ટરમુક્ત જાહેર કરાયા.

ProudOfGujarat

કોરોનાવાયરસની લડાઈ સામે તંત્ર સહિત લોકો દરેક રીતે પ્રયાસ કરી રહ્યા છે ત્યારે આર.આર.સેલ વડોદરા દ્વારા કોરોના રક્ષા કીટનું અંકલેશ્વર ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં વિતરણ કર્યું હતું.

ProudOfGujarat

તંત્ર એલર્ટ-અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સર્જાતા દહેજ બંદરે ૧ નંબરનું સિગ્નલ એલર્ટ અપાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!