Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : જંબુસરમાં પરિણીતાને છેડતી કરતાં જેલમાં જવાનો વારો આવ્યો.

Share

ભરૂચ જિલ્લાના જંબુસર પંથકમાં એક પરિણીતાને છેડતી કરતાં સાથે તેના પતિને જાનથી મારી નાંખવાની ઘટના સામે આવી હતી. દિવસે અને દિવસે રેપ, ખૂન, છેડતી કરવાના બનાવો ઘણા આવી રહ્યા છે. સોશિયલ મિડિયાનો સદઉપયોગ કરવાને બદલે લોકો તેનો દુરુપયોગ ઘણો કરી રહ્યા છે.

ભરૂચ જિલ્લાના જંબુસર પંથકમાં રહેતી એક પરિણીત મહિલાને એક ઈસમ ભૌદીપસિંહ મુકેન્દ્રસિંહ યાદવ દ્વારા અભદ્ર વોટસપ પર મેસેજ કરી અને તેને ખરાબ રીતે ઇશારા કરી છેડી રહ્યો હતો. જેથી મહિલાને વાત યોગ્ય ન લગતા તેણીએ આ સમગ્ર વાત તેના પતિને કરી હતી. પતિ દ્વારા તે ઈસમ સાથે વાતચીત કરતાં અને આ રીતની કોઈ હેરનગતિ ન કરવા જણાવતા ભૌદીપસિંહે પરિણીતાના પતિને જાનથી મારી નાંખવાની ધમકી સહિત ગાળાગાળી કરી હતી, જેથી વાત આગળ વધે નહિ તે અર્થે એક જાગૃત નાગરિક તરીકે પરિણીતા અને તેના પતિએ 15 મી ઓગષ્ટના રોજ પોલીસ સમક્ષ સમગ્ર મામલે રજૂઆત કરી હતી અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે મામલે પોલીસે તપાસ અર્થે તજવીજ હાથધરી હતી અને ગણતરીના દિવસમાં ઇસમની ધરપકડ કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગરના લીંબડી શહેરના વોરાવાડ વિસ્તારમાં રહેણાંક મકાનમાં આગ લાગતા દોડધામ…

ProudOfGujarat

લીંબડીમાં વરસાદનું આગમન : ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ, લોકોને ગરમીથી રાહત મળી.

ProudOfGujarat

વડોદરા : વિદેશી દારૂના જથ્થા સાથે બે આરોપીઓની અટક કરતી સયાજીગંજ પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!