Proud of Gujarat
GujaratFeaturedINDIA

માંગરોળમાં દીપક પરમાર અને જિલ્લામાં હિતેશ ચૌહાણની કોંગ્રેસ એસ.સી.મોરચાના પ્રમુખ પદે વરણી થઈ.

Share

માંગરોળ તાલુકા કોંગ્રેસ એસ.સી.મોરચાના પ્રમુખપદે દીપકભાઈ પરમાર અને સુરત જિલ્લા કોંગ્રેસ એસ.સી.મોરચાના પ્રમુખપદે હિતેશભાઈ ચૌહાણની વરણી કરવામાં આવી છે.

દીપકભાઈ ઠાકોરભાઈ પરમાર માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામના વતની છે અને કોંગ્રેસના સક્રિય કાર્યકર તરીકે કામગીરી કરતા હોવાથી તેમની માંગરોળ તાલુકા કોંગ્રેસ એસ.સી. મોરચાના પ્રમુખપદે વરણી કરવામાં આવી છે. જ્યારે માંગરોળ તાલુકાના પીપોદરા ગામના હિતેશભાઈ ચૌહાણ કોંગ્રેસ પક્ષના સક્રિય કાર્યકર તરીકે કામગીરી કરતા હોવાથી સુરત જિલ્લા કોંગ્રેસ એસ.સી.મોરચાના પ્રમુખ પદે વરણી કરાઇ છે. બંને માંગરોળ તાલુકાના એસ.સી. સમાજના આગેવાનોની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નિમણૂક કરવામાં આવી છે. સ્થાનિક માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો પ્રમુખ શામજીભાઇ ચૌધરી મહામંત્રી શાહબુદ્દીનભાઈ મલેક, પ્રકાશભાઈ ગામીત, રૂપસિંગભાઇ ગામીત, ઠાકોરલાલ ચૌધરી સહિતના આગેવાનોએ વરર્ણીને આવકારી બંને આગેવાનોને અભિનંદન પાઠવ્યા છે.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

માંગરોળ તાલુકામાં હવામાનમાં અચાનક પલ્ટો થતાં કમોસમી વરસાદના છાંટા પડયા

ProudOfGujarat

ભરૂચ : જંબુસરનાં ઉચ્છદ પેટ્રોલ પંપ પાસે સર્જાયો ટ્રિપલ અકસ્માત.

ProudOfGujarat

LPG સિલિન્ડરમાં 25 રૂપિયાનો વધારો : CNGના ભાવ વધવાની સંભાવના

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!