Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : સાગબારા તાલુકામાં પાડા ગામે બે મોટર સાઇકલ અકસ્માતમા એકનું મોત, એક ઇજાગ્રસ્ત.

Share

સાગબારા તાલુકામાં પાડા ગામે બે મોટર સાઇકલ સામ સામે ભટકાતા અકસ્માતમા એકનું મોત નીપજ્યું છે. જયારે એકને ગંભીર ઇજા થતાં સાગબારા પોલીસ મથકે અકસ્માત મોત ગુનાની ફરિયાદ નોંધાઈ છે. જેમાં ફરીયાદી રજીયાભાઇ રામાભાઇ વસાવા (રહે. કાનાપાડા ટેકરા ફળીયુ, તા.સાગબારા, જીલ્લો નર્મદા) એ આરોપી પલ્સર મો.સા. નંબર GJ-2-F-3105 નો ચાલકસામે ફરિયાદ દાખલ કરી છે.

ફરિયાદની વિગત અનુસાર પલ્સર મોટર સાયકલ નંબર GJ-224-3105 ના ચાલક આરોપીએ પોતાના કબજાની પલ્સર મો.સા. પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી સામેથી આવતી મો.સા. નંબર GJ-22-8-2382 સાથે એકસીડન્ટ કરી મો.સા. ઉપર સવાર ફુલસીંગભાઇ તથા તેજાભાઇને ગંભીર ઇજાઓ પહોચાડી તથા મો.સા.નંબર U-22-8-2382ને નુકશાન કરી નાસી ગયેલ. જેમાં ફુલસીંગભાઇ વસાવાનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું. સાગબારા પોલીસ મથકે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચ જિલ્લાના માર્ચ પાટિયા પાસે નેશનલ હાઇવે નંબર ૪૮ પર સ્કૂટર અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

ProudOfGujarat

મુંબઈની સરકારી હોસ્પિટલના ICU માં દાખલ દર્દીની આંખ કાતરી ગયો ઉંદર: દર્દી મોતને ભેટ્યો..!

ProudOfGujarat

અખિલ ભારતીય આહીર સમાજ દ્વારા દ્વારકામાં ધ્વજા આરોહણમાં ઉપસ્થિત રહેવાં સુરત, ભરૂચ, અંકલેશ્વરથી કારચાલકો રવાના થયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!