Proud of Gujarat
FeaturedGujaratINDIA

જન્માષ્ટમી – ગણેશચતુર્થીને લઈ વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટિની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો

Share

ગુજરાત રાજ્યમાં જન્માષ્ટમી અને ગણેશોત્સવના આગામી તહેવારોની ઉજવણી લોકો કરી શકે તે હેતુસર મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટિની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.જન્માષ્ટમી તા.૩૦/૮/ર૦ર૧ સોમવારે રાત્રે ૧ર કલાકે કૃષ્ણ જન્મોત્સવ ઉજવી શકાય તે માટે જે ૮ મહાનગરોમાં રાત્રિ કરફયૂ અમલમાં છે તે મહાનગરોમાં તા.૩૦ ઓગસ્ટના એક દિવસ પૂરતો રાત્રિ કરફયુ રાત્રિના ૧ વાગ્યાથી અમલી કરાશે.ઉલ્લેખનીય છે કે, મંદિર પરિસરમાં એક સમયે એક સાથે વધુમાં વધુ 200 લોકોને દર્શન માટે છૂટ આપવામાં આવી છે. મંદિરોમાં દર્શન માટે આવનારા સૌ એ કોરોના સંક્રમણ નિયંત્રણ માટેની ગાઇડ લાઇન્સ S.O.P નું પાલન ફરજિયાત પણે કરવાનું રહેશે. આ માટે બે ફૂટના અંતરે સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે ગોળ કુંડાળા-સર્કલ કરીને તેમાં ઊભા રહીને દર્શન કરવાના રહેશે.

મંદિરોમાં દર્શન માટે આવનારા સૌ એ કોરોના સંક્રમણ નિયંત્રણ માટેની ગાઇડ લાઇન્સ S.O.P નું પાલન ફરજિયાત પણે કરવાનું રહેશે. આ માટે બે ફૂટના અંતરે સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે ગોળ કુંડાળા-સર્કલ કરીને તેમાં ઊભા રહિ દર્શન કરવાના રહેશે.મંદિર પરિસરમાં ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમો પણ ચુસ્તપણે પાળવાના રહેશે.રાજ્યમાં જન્માષ્ટમી પર્વે યોજાતી શોભાયાત્રાની પરંપરા જળવાય તે માટે ૨૦૦ લોકોની સંખ્યામાં મર્યાદિત રૂટ ઉપર યાત્રાની છૂટ અપાશે. રાજયમાં જન્માષ્ટમીના તહેવારોના લોકમેળા યોજવાની પરવાનગી આપવામાં આવશે નહિ. મટકી ફોડ ઉત્સવને પરવાનગી આપવામાં આવશે નહિ.

Advertisement

મુખ્યમંત્રીએ ગણેશોત્સવનું પર્વ આગામી તા. ૯ સપ્ટેમ્બરથી તા.૧૯ સપ્ટેમ્બર દરમ્યાન રાજ્યમાં ઉજવાવાનું છે તે સંદર્ભમાં પણ મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. સાર્વજનિક ગણેશોત્સવમાં ૪ ફૂટની ગણેશ પ્રતિમા તથા ઘરમાં બે ફૂટની ગણેશ પ્રતિમાની સ્થાપના કરી શકાશે. સાર્વજનિક ગણેશોત્સવના સ્થળોએ મંડપમાં સોશિયલ ડિસ્ટન્સ તેમજ કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઇડ લાઇન્સ S.O.P પાલન, ફરજિયાત માસ્ક સાથે લોકો ગણેશ દર્શન કરી શકશે. CM રૂપાણીએ ગણેશોત્સવનું પર્વ આગામી તા. 9 સપ્ટેમ્બરથી તા.19 સપ્ટેમ્બર દરમ્યાન રાજ્યમાં ઉજવાવાનું છે તે સંદર્ભમાં પણ મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. સાર્વજનિક ગણેશોત્સવમાં ૪ ફૂટની ગણેશ પ્રતિમા તથા ઘરમાં બે ફૂટની ગણેશ પ્રતિમાની સ્થાપના કરી શકાશે.


Share

Related posts

તળાજા મહુવા હાઇવે પર જાગધર નજીક કાર પલ્ટી મારી જતા એક નું મોત ત્રણ ઇજાગ્રસ્ત

ProudOfGujarat

ભરૂચ શહેર ના નગર પાલિકાના વોર્ડ માં ચૂંટાયેલા સભ્યોની કમ્પ્લેન ઉપર પાલિકાનું તંત્ર ધ્યાન ન આપતું હોય આજ રોજ પાલિકા કચરી ખાતે પાલિકા ના સભ્યોએ હોબાળો મચાવ્યો હતો……..

ProudOfGujarat

ભરૂચ APMC માં લાગેલ આગને પગલે રાજકીય વાતાવરણ ગરમાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!