Proud of Gujarat
GujaratFeaturedINDIA

શહેરા: શિવસેનાએ પાનમ પાટીયા ટોલનાકા ખાતે વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની કરી ઉજવણી

Share

વિજય કુમાર , પંચમહાલ

Advertisement

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી સમ્રગ પંચમહાલ જિલ્લામાં કરવામા આવી હતી.શિવસેના દ્રારા પણ તેના ભાગ રુપે વૃક્ષારોપણ કાર્યક્રમ પાનમ ટોલનાકા પાસે રાખવામા આવ્યો હતો.

૫મી જુનનો દિવસ સમ્રગ દુનિયામા ” પર્યાવરણ” દિન તરીકે ઉજવવામા આવે છે. પંચમહાલ જિલ્લામાં પણ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામા આવી હતી. શિવસેના પંચમહાલ પણ તેમા સહભાગી થયુ હતુ અને શામળાજી -હાલોલ ધોરીમાર્ગ ઉપર આવેલા શહેરાના પાનમ પાટીયા ટોલનાકા પાસે વૃક્ષારોપણનો એક કાર્યક્રમ રાખી પર્યાવરણ દિવસને ઉજવ્યો હતો. પંચમહાલ મહિસાગર શિવસેના પ્રમૂખ લાલાભાઇ ગઢવીની આગેવાની વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામા આવ્યો હતો.
ટોલનાકા તેમજ રોડની આસપાસ આવલી જગ્યાઅ ઉપર આંબા અને લીમડાના વૃક્ષના છોડની રોપણી કરી હતી.
ઉપસ્થિત સૌએ વૃક્ષારોપણ કરીને તેનુ જતન કરવાનું અને પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવાનો તેમજ ગ્રીન એનર્જી ને સપોર્ટ કરીશુ અને કચરો ક્યાંય નજીક મા ક્યાંય નહીં થવા દઈએ એવો સંકલ્પ કર્યો હતો વૃક્ષારોપણ કાર્યક્રમમા ટોલ ટેક્સ મેનેજર,કર્મીઓ તેમજ શિવસેના ના કાર્યકર્તાઓ હાજર રહ્યાં હતાં.

.


Share

Related posts

નર્મદા નદી પર 8-લેન એક્સ્ટ્રાડોઝ્ડ બ્રિજ તૈયાર: દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં ઐતિહાસિક સિદ્ધિ

ProudOfGujarat

ચોમાસુ શરુ થતાં ઝઘડિયા તાલુકામાં બંધ પડેલ રેલવે લાઇન માથાનો દુખાવો સાબિત થઈ રહી છે વરસાદ વરસતા ગરનાળાઓમાં પાણી ભરાયા હતા

ProudOfGujarat

જંબુસરના કાવી ગામમાં મકાનનો એક ભાગ ધરાશાયી, સદનસીબે જાનહાનિ ટળી  :  માલજીવાલા ખડકીમાં બનેલી ઘટનાથી મોટું નુકસાન; સરપંચ અને તલાટીએ સ્થળની મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!