Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે બપોરના સમયે એક વૃદ્ધ મહિલાને આખલાએ અફફેટમાં લેતા માથામાં ઘવાયેલ મહિલાને વધુ સારવાર અર્થે હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા છે.

Share


Advertisement

બનાવ ની મળતી માહિતી મુજબ ભરૂચ શહેરમાં અગાઉ ના દિવસોમાં આખલાએ આંતક મચાવી શહેરને બાનમાં લઈને કેટલાય લોકોને હોસ્પિટલ ભેગા કર્યા હતાં અને એક વિદ્યાર્થીનું મોત પણ નીપજ્યું હતું.ત્યાર બાદ જાગેલ નગરપાલિકા દ્રારા આનન ફાનન માં દિવસ રાત શહેરમાં આખલા પકવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને કેટલાય રખડતાં આખલાઓને પાંજરે કરી સલામત સ્થળે છોડવામાં આવ્યા હતા.

પરંતુ આજ રોજ બપોરના ભરૂચ જિલ્લા ન્યાયાલય પાસે એક વૃદ્ધ માહિલાને આખલાએ અફફેટમાં લેતા મહિલાને માથાના ભાગે ઈજાઓ પહોંચતા ઇમરજન્સી સેવા 108 દ્રારા સ્થળ પર પહોંચી મહિલાને સારવાર આપી વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં.

અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં હજુ કેટલીય જગ્યાઓ પર આખલાઓ રખડતાં જોવા મળે છે તો શું નગરપાલિકા ના અધિકારીઓ અને પદા અધિકારીઓ કોઈ દુર્ઘટના થવાની રાહ જોઇને બેઠાં છે તેવી લોક મુખે ચર્ચા સાંભળવા મળી હતી.


Share

Related posts

ભરૂચ તાલુકાનાં ભરથાણા ગામ ખાતે 4 ફૂટ લાંબો મગર પાંજરે પૂરાયો.

ProudOfGujarat

ભરૂચ લોકસભાનાં સાંસદ સભ્ય મનસુખભાઇ વસાવાએ ફરી આદિવાસી સમાજનાં હક્કો માટે અવાજ ઉઠાવ્યો અને ખોટા આદિવાસી પ્રમાણપત્ર રદ કરવાની અપીલ કરી હતી.

ProudOfGujarat

ઇન્ડીયન મેડિકલ એસોસિએશન રાજપીપળા બ્રાંચના તબીબો હડતાળમાં જોડાયા, દર્દીઓને હાલાકી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!