Proud of Gujarat
GujaratFeaturedINDIA

કોવિડ ૧૯ ન્યાયયાત્રા અંતર્ગત ઉમરપાડા તાલુકાના વિવિધ ગામોમાં કોંગ્રેસ પરિવારે મુલાકાત લીધી.

Share

ઉમરપાડા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમતિની સૂચના અનુસાર આજે ઉમરપાડા તાલુકાનું કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરિશ વસાવાની આગેવાનીમાં એક પ્રતિનિધિમંડળ ઉમરપાડા તાલુકાના વેંજાલી, ઊંચવણ, જૂના ઉમરપાડા, શરદા, ચવડા, ચારણી, સરવણ ફોકડી, કાલીજમણ, કેવડી, ગોવટ, ઉમરગોટ, પીનપુર, ચોખવાડા, બિલવણ વગેરે ગામોમાં કોરોનાની મહામારીમાં મૃત્યુ પામેલા મૃતકોના પરિવારોજનોની મુલાકાત કરી સાંત્વના પાઠવી પરિવારજનોને કોવીડ ન્યાયપત્રનું ફોર્મ ભરી આપી દેશ વ્યાપી રોગચાળા (pandemic act) હેઠળ સરકાર પાસે સહાય પેટે રૂપિયા ચાર લાખના વળતરની માંગણી કરવામાં આવી હતી.

આ ન્યાય યાત્રામાં હરીશ ભાઈ, હિતેષ પટેલ, હિમ્મત ભાઈ વસાવા, ધારા સિંહ, ભૂપેન્દ્ર ભાઈ, અશોકભાઈ, નટવરભાઈ, મૂળજીભાઈ, રામસિંગ ભાઈ વગેરે કાર્યકરો કોવિડ ન્યાય યાત્રામાં ગામે ગામ જઈને પરિવારજનોને સાંત્વના પાઠવીને સરકાર સામે ન્યાયની ગુહાર લગાવી અને ન્યાય ના મળે ત્યાં સુધી લડત આપવાની બાંહેધરી આપી હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચ સબ જેલમાં મોબાઈલ મળતા ખળભળાટ, શૌચાલયના પોખરામાંથી કીપેડ ફોન મળ્યો

ProudOfGujarat

શિતલ સર્કલ વિસ્તારમાથી ઈંગલીશ દારૂ ઝડપાયો

ProudOfGujarat

ભરૂચ શહેર ના મુખ્ય સ્ટેશન રોડ થી લઇ એમ જી રોડ સહીત ના માર્ગો ઉપર થી દબાણો દૂર કરતા દબાણ કર્તાઓ માં ફફડાટ વ્યાપી ગયો હતો……..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!