Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોલ તાલુકાના વાંકલ ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી.

Share

વાંકલ ખાતે અંબાજી માતાના પટાંગણમાં, સાંઈ મંદિરે જન્માષ્ટમી પર્વનીજવણી કરવામાં આવી હતી. લક્ષ્મી નારાયણ મંદિર મેઈન બજાર વાંકલ ખાતે 90 વર્ષ વધારે સમયથી જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવે છે. મંદિરમાં ક્રિષ્ના ભગવાનની નાનપણની કલાકૃતિ, ગોકુલધામ, વિવિધ જાતની ભગવાનની કલાકૃતિઓના દર્શન કરી ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.

રાત્રે ભગવાનનું પારણું ઝૂલાવી જન્માષ્ટમી પર્વની ઉજવણી કરી હતી. ભજન કીર્તનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જય કનૈયાલાલ કી હાથી ઘોડા પાલખીના નાદથી આખું વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું. સરકારની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરી જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. માંગરોલ પોલીસ સ્ટેશનના પોલિસ ઇન્સ્પેકટર ચાવડાએ શાંતિ સમિતિની બેઠક યોજી હતી. જન્માષ્ટમી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી.

વિનોદ મૈસુરીયા, વાંકલ.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : આવી બેદરકારી દાખવનારા સામે આખરે તંત્ર કયારે જાગૃત બનશે, વરસાદી કાંસમાં જોવા મળ્યું લાલ અને લીલા રંગનું પ્રદુષિત પાણી.

ProudOfGujarat

સરદાર પટેલ ની સ્મ્રુતિમાં ઉભા કરાયેલ “સ્ટેચ્યુ ઓફ યુનિટી” નાં લોકાર્પણનાં કાર્યક્રમો મતભેદ અને મનભેદ …..

ProudOfGujarat

રાજપારડી પંથકમાં ઇદેમિલાદ ની ભવ્ય ઉજવણી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!