Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વરના ખરોડ ગામે ખાણ ખનીજ કર્મીઓ પર થયેલ હુમલાનાં વધુ બે આરોપીની ધરપકડ કરતી તાલુકા પોલીસ…

Share

વિનોદભાઇ પટેલ

ભરૂચ જિલ્લામાં ખનીજ માફિયા અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં ચાલી રહેલા માટી ખોદકામનું ચેકિંગ કરવા ગયેલ ખાણ ખનીજની ટીમ પર સાત જેટલા શખ્સોએ હુમલો કરી તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

Advertisement

ખાણ ખનીજ વિભાગના સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા અને ઝાડેશ્વરમાં રહેતા બ્રિજેશ સવાણી અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામની સીમમાં ચાલતા માટી ખોદકામને મળેલ માહિતીના આધારે સલમાન અને આસિફભાઇ સાથે ખાનગી ગાડીમાં ગયા હતા.દરમિયાન બે મોટરસાયકલ અને બે ફોર-વ્હીલમાં ગામના જ ફૈયાઝ કાજી, ફૈઝલ કાજી સહિત અન્ય ચાર શખ્સોએ ધસી આવી લાકડી તથા કમર પટ્ટા મારવા સાથે પોલો ગાડીના કાચ તોડી નાખી નુકશાન પણ કર્યું હતું. આ ઉપરાંત ખરોડ ગામમાં આવશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી પણ આપી હતી. જેમાં નાસતા ફરતા આરોપીઓની ધરપકડ કરી હતી.આ અંગે ખાણ ખનીજ વિભાગના સુપરવાઇઝર બ્રિજેશ સવાણીએ સાત આરોપીઓ વિરુદ્ધ અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.


Share

Related posts

નેત્રંગના આજોલી ગામે જંગલ ખાતાના બીટ ગાર્ડ વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ

ProudOfGujarat

અંકલેશ્વરમાં વધતા જતાં ટ્રાફિકને લઈને અંકલેશ્વર ટ્રાફિક પોલીસે રસ્તામાં મુકેલી મોટરસાયકલનું દબાણ હટાવવાનું શરુ કર્યું…

ProudOfGujarat

અમદાવાદ જીલ્લાની સાણંદ નગરપાલિકાની ચુંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!