Proud of Gujarat
FeaturedGujaratINDIATop NewsWorld

સમગ્ર ભરૂચ જિલ્લામાં વીર શહીદોના બલિદાન અંગે સહાનુભૂતિ અને બીજી તરફ પાકિસ્તાન તરફ રોષનો જ્વાળામુખી ફાટી નીકળ્યો…

Share

પુલવામાં ખાતે થયેલ આતંકવાદી હુમલાના બનાવમાં શહીદ થયેલ જવાનો અને તેમના પરિવારો પ્રત્યે આજે તેમજ ગઇકાલથી જ ભરૂચના લોકોમાં લાગણીઓ જણાતી હતી. ભરૂચ જિલ્લાની શાળાઓમાં શહીદોના માનમાં બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું એટલું જ નહિ પરંતુ સહકારી સંસ્થાઓ અને અન્ય સંસ્થાઓમાં પણ મૌન પાળવામાં આવ્યું હતું. ગત રોજ બનેલા બનાવના પગલે અને આતંકવાદી ઘટનાના તાર સીધા પાકિસ્તાન સાથે જોડાયેલા હોવાના અહેવાલોના પગલે ભરૂચ જિલ્લામાં પાકિસ્તાન તરફ રોષની લાગણી જણાઈ રહી છે એટલું જ નહીં પરંતુ લોકો પાકિસ્તાનને બોધપાઠ પાઠવવા સરકાર દ્વારા કડકમાં કડક પગલાં ભરાય તેવી માંગ કરવામાં આવી હતી.

અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા દરેક કર્મચારીને શહીદોના માનમાં બે મિનિટનું મૌન પાળી પછી ફરજ પર હાજર થવા આદેશ અપાતા કર્મચારીઓએ બે મિનિટનું મૌન પાળ્યું હતું.

Advertisement



Share

Related posts

ઝઘડિયા તાલુકામાં ત્રણ અલગ-અલગ અકસ્માતમાં એકને ઇજા, બે નાં મોત.

ProudOfGujarat

ભરૂચનાં હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક પર્વની પૂરજોશમાં તડામાર તૈયારીઓ….

ProudOfGujarat

ભરૂચ : નબીપુર કુમાર શાળા અને કન્યા શાળામાં નેશનલ સાયન્સ ડે ની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!