ભરૂચ જિલ્લામાં ધીમે-ધીમે ગરમીની શરૂઆત થઇ ચૂકી છે ત્યારે હાલ હમણાંથી જ લોકો ગરમીથી ત્રાહિમામ થઈ રહ્યા છે ત્યારે આવનાર ઉનાળો કેવો હશે તેની વિગતો જોતા જ અત્યારથી ચિંતામાં ગરકાવ થઈ જવાય તેવી પરિસ્થિતિનું સર્જન થયું છે. હાલ આજે તારીખ 14-2-2019 ના રોજ મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે જે ક્રમશઃ વધતું જશે તેથી ફેબ્રુઆરી માસના આવનાર દિવસોમાં મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રી સેલ્સિયસ થી 40 ડિગ્રી સેલ્સિયસ જેટલું થઇ જાય તો નવાઇ નહીં જો કે મહાશિવરાત્રીના દિવસો દરમિયાન ઠંડીનો ચમકારો રહેશે પરંતુ એ દિવસો બાદ કર્યા સિવાય એટલે કે 3-4 દિવસને બાદ કરતાં સતત તાપમાન વધતું જશે. આ વર્ષે લેવાનાર બોર્ડની પરીક્ષાઓ પણ વિદ્યાર્થીઓએ કાળઝાળ ગરમીના વાતાવરણમાં આપવી પડે તેમ જણાઈ રહ્યું છે એટલું જ નહીં પરંતુ આવનાર લોકસભાની ચૂંટણી પણ આકરી ગરમીના વાતાવરણમાં યોજાય તેવી સંભાવના છે ત્યારે નેતાઓ અને કાર્યકરોએ આકરા તાપમાં આકરી મજૂરી કરી પરસેવો પાડી મતદારોને રીઝવવા પડશે એમ જણાઈ રહ્યું છે.

LEAVE A REPLY