Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયા તાલુકાના ફુલવાડી ગામે હારજીતનો જુગાર રમતા બે જુગારીયા ઝડપાયા.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ફુલવાડી ગામે હારજીતનો જુગાર રમતા બે જુગારીયા ઝડપાયા હતા, જ્યારે પોલીસને જોઇને અન્ય પાંચ ઇસમો નાસી છુટ્યા હતા.

મળતી વિગતો મુજબ ઝઘડીયા પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે ફુલવાડી ગામે પારસી ફળીયામાં કેટલાક ઇસમો કુંડાળુ વળીને સ્ટ્રીટ લ‍ાઇટના અજવાળે હારજીતનો જુગાર રમે છે. પોલીસે પંચોને સાથે રાખીને બાતમી મુજબના સ્થળે રેઇડ કરતા ત્યાં કેટલાક ઇસમો જુગાર રમતા જણાયા હતા. પોલીસે ઘટના સ્થળેથી રાકેશભાઇ રતિલાલ વસાવા રહે.ફુલવાડી અને માનસિંગ જેઠાભાઇ વસાવા રહે.ફુલવાડી રૂ.૧૨૬૦ ના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા. જ્યારે પોલીસને જોઇને બળવંત રમેશભાઇ વસાવા, લક્ષ્મણ નાથુભાઇ વસાવા, અજય દિનેશભાઇ વસાવા, બિપીન ઉર્ફે મુન્નો બાલુભાઇ વસાવા તેમજ મેહુલ મેલાભાઇ વસાવા તમામ રહે.ફુલવાડી તા.ઝઘડીયા જિ.ભરૂચના નાસી છુટ્યા હતા. પોલીસે કોવિડ સંક્રમણ ફેલાય એ રીતે ટોળુ વળીને હારજીતનો જુગાર રમતા આ ઇસમો સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

ભરૂચના જુલેલાલ મંદિરમાં પૂરના પાણી ઓસરતા સાપ દેખાયો

ProudOfGujarat

રાજકોટમાં સીટી બસ ફરી વિવાદમાં : સાત કંડકટર થયા સસ્પેન્ડ, પાંચ મુસાફરો ટિકિટ વગર મુસાફરી કરતા ઝડપાયા.

ProudOfGujarat

અમદાવાદ રિવરફ્રન્ટ પર બનાવવામાં આવેલ અટલ બ્રિજ પર આવતીકાલથી પૈસા આપી જવું પડશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!