Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયા તાલુકાના ફુલવાડી ગામે હારજીતનો જુગાર રમતા બે જુગારીયા ઝડપાયા.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ફુલવાડી ગામે હારજીતનો જુગાર રમતા બે જુગારીયા ઝડપાયા હતા, જ્યારે પોલીસને જોઇને અન્ય પાંચ ઇસમો નાસી છુટ્યા હતા.

મળતી વિગતો મુજબ ઝઘડીયા પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે ફુલવાડી ગામે પારસી ફળીયામાં કેટલાક ઇસમો કુંડાળુ વળીને સ્ટ્રીટ લ‍ાઇટના અજવાળે હારજીતનો જુગાર રમે છે. પોલીસે પંચોને સાથે રાખીને બાતમી મુજબના સ્થળે રેઇડ કરતા ત્યાં કેટલાક ઇસમો જુગાર રમતા જણાયા હતા. પોલીસે ઘટના સ્થળેથી રાકેશભાઇ રતિલાલ વસાવા રહે.ફુલવાડી અને માનસિંગ જેઠાભાઇ વસાવા રહે.ફુલવાડી રૂ.૧૨૬૦ ના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા. જ્યારે પોલીસને જોઇને બળવંત રમેશભાઇ વસાવા, લક્ષ્મણ નાથુભાઇ વસાવા, અજય દિનેશભાઇ વસાવા, બિપીન ઉર્ફે મુન્નો બાલુભાઇ વસાવા તેમજ મેહુલ મેલાભાઇ વસાવા તમામ રહે.ફુલવાડી તા.ઝઘડીયા જિ.ભરૂચના નાસી છુટ્યા હતા. પોલીસે કોવિડ સંક્રમણ ફેલાય એ રીતે ટોળુ વળીને હારજીતનો જુગાર રમતા આ ઇસમો સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

પંચમહાલ : શહેરા તાલુકા ગ્રામીણ વિસ્તારોની કેટલીક સસ્તા અનાજની દુકાનોમાં લોકડાઉનનાં માહોલમાં પુરવઠો ઓછો અપાતો હોવાની લોકબુમ,તંત્ર માટે તપાસનો વિષય !!

ProudOfGujarat

ઉચ્છદ ગામની સીમમાંથી ONGC ક્રૂડ ઓઇલ ચોરી કરનાર ને ઝડપી પાડતી વેચડ પોલીસ

ProudOfGujarat

નડિયાદ સર્કિટ હાઉસ ખાતે સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમને વધુ મજબૂત બનાવવા કાર્યશાળા યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!