Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ સર્કિટ હાઉસ ખાતે સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમને વધુ મજબૂત બનાવવા કાર્યશાળા યોજાઈ.

Share

ખેડા જિલ્લામાં નડિયાદ ખાતે 1 દિવસીય સ્ટાર્ટઅપ પ્રોગ્રામ અંગે માહિતી આપતો સેમિનાર નડિયાદ સર્કિટ હાઉસ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ઉદ્યોગ સાહસિકો સખીમંડળની બહેનોને સરકારની અનેક સ્ટાર્ટઅપ યોજના વિશે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર તન્વી પટેલ દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યશાળામાં રોકાણકારો તેમજ સરકારી અધિકારીઓને સ્ટારર્ટઅપના વિવિધ પાસાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ સેમિનારના પ્રથમ સેશનમાં સરકારી અધિકારીઓને સ્ટાકર્ટઅપ ઇન્ડીયાના લાભ, સ્ટાગર્ટઅપ, સુક્ષ્મ, લઘુ અને નાના ઉદ્યોગો માટે GEM પોર્ટલ પરથી પ્રોક્યુરમેન્ટ, ગુજરાતની ઇકો સિસ્ટામ અને નોડલ ઇન્સ્ટીટ્યુટ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. આ ઉપરાંત સ્ટાર્ટઅપની ગ્રામીણ અસર તેમજ મહિલાઓની આગેવાની હેઠળ આવતા સ્ટાર્ટઅપ અને તેમના અનુભવો, સંભવિત રોકાણકારો માટે વેન્ચર ફંડિંગ, સ્ટાર્ટઅપ રોકાણના અવસરો પર નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ડી.ડી આઈ.ટી નડિયાદના આસિસ્ટન્ટ પ્રોફેસર જગત ઉપાધ્યાયે જણાવ્યું કે, કોઈક નવો વિચાર આવે અને તેને તેના દ્વારા પૂરા દેશમાં છવાઈ જવું હોય તો સ્ટાર્ટ અપના માધ્યમથી બિઝનેસ શરૂ કરી શકાય. તેમણે નાના અને મોટા તમામ ઉદ્યોગકારોને એક મંચ પર આવી વિચારોનુ આદાન પ્રદાન કરવા અનુરોધ કર્યો હતો. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર તન્વી પટેલે જણાવ્યું કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા એ ઉદ્યોગ સાહસિકો માટે આશીર્વાદરૂપ બનશે. જિલ્લા સ્તરે આ સ્કીમમાં સખી મંડળની મહિલાઓ, ઉદ્યોગ સાહસિક પુરુષો માટે સ્ટાર્ટઅપ કઈ રીતે લાભકારી છે તે અંગે માર્ગદર્શન આપવા આ સેમિનાર યોજાયો છે. જુદા જુદા એક્સપર્ટ લોકો આવી ઉદ્યોગોને કેવી રીતે વેગવાન બનાવવું તે અંગેની તાલીમ આપશે.

Advertisement

“Woman Lead Startup” ની વાત કરતા તન્વીએ જણાવ્યું કે સખી મંડળની બહેનો આ ક્ષેત્રમાં ખૂબ સારું કામ કરી રહી છે. આ બહેનો પોતાના ઉદ્યોગોનો વધુ સારી રીતે વિકાસ કેવી કરી શકે તે અંગેનો ખ્યાલ આ સેમિનારમાં તેમને આપવામાં આવશે. આ પ્રોગ્રામમાં એવા બહેનો પણ આવ્યા છે જેમને પોતાનું કેરિયર શૂન્ય થી શરુ કરી આજે ઉદ્યોગ ક્ષેત્રે બહુ મોટું નામ હાંસલ કર્યું છે. જો એક મહિલા આગળ આવે તો તેના ઘર અને સમાજને આગળ લાવી શકે છે.

“Sensitization of Potential Investors” સેમિનારમાં ઉદ્યોગકારો આગામી સમયમાં ઉદ્યોગોને કેવી રીતે આગળ વધારશે અને સરકાર તેમની કઈ રીતે મદદ કરશે તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. “Startup with Rural Impact” ના સેમીનાર થકી રૂરલ એરિયાનો વિકાસ કેવી રીતે કરી શકાય તે અંગે માહિતી આપવામાં આવી હતી. જિલ્લા કક્ષાએ સ્ટાર્ટઅપનો પ્રોગ્રામ સરકારે લોન્ચ કર્યો છે અને તમામ લોકોને તેના વિષે માહિતી મળે તે આ પ્રોગ્રામનો મુખ્ય હેતુ છે. આ કાર્યક્રમમાં ડી.ડી.આઈ.ટી કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ.જગત ઉપાધ્યાય, IRMA ના ઇન્ક્યુબેશન મેનેજર યશ કોડવાની, નાયબ માહિતી નિયામક નિત્યા ત્રિવેદી તેમજ ઉદ્યોગ સાહસિકો, સખીમંડળની બહેનો તેમજ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ભરૂચ તાલુકાનાં ભરથાણા ગામ ખાતે 4 ફૂટ લાંબો મગર પાંજરે પૂરાયો.

ProudOfGujarat

મુસ્લિમ બિરાદરો દ્રારા ઈદ ઉલ જૂહા(બકરા ઈદ)ની નમાઝ અદા કરી

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના આમોદમાં એક જ દિવસમાં બે વ્યક્તિઓના નાણાંની ATM મશીન માંથી ઉઠાંતરી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!