Proud of Gujarat
FeaturedGujaratINDIA

કન્યાકુમારીથી કાશ્મીર સુધી સાઇકલ યાત્રાએ નીકળેલ કેરલાનાં યુવાનનું રાજપીપળામાં આગમન.

Share

ભારતનો એક પણ નાગરિક એવો નહીં હોય જેણે સંપૂર્ણ ભારતનું ભ્રમણ કર્યું હોય કે સંપૂર્ણ ભારત દર્શન કર્યું હોય. દરેકની આવી ઈચ્છા હોય છે પણ ભાગ્યે જ એવી સૌની ઈચ્છા પુરી થતી હોય છે. આવી જ એક ઈચ્છા વ્યક્ત કરી હતી કેરાલાના યુવાન અલ અમીને. આ સાહસિક યુવાને સાયકલ પર પ્રવાસ કરીને કન્યાકુમારીથી કાશ્મીર સુધીની યાત્રા આરંભી છે. કન્યાકુમારીથી કાશ્મીર સુધી સાઇકલ યાત્રાએ નીકળેલા કેરલાનો યુવાન અલ અમીનનું રાજપીપળામા આગમન થયું છે.

હાલ આધુનિક જમાનામાં યુવા પેઢી પોતાની આગવી ઓળખ અને છાપ ઊભી કરવામાં મહેનત કરી રહી છે. ઉપરાંત અવનવા સાહસિક એડવેન્ચરમાં પણ યુવાઓ રસ દાખવી રહ્યા છે. આ સાહસિક યુવાન પોતાની સફરના વિડિઓ શેર કરતો રહે છે. તેના યુટ્યુબ ચેનલ ઉપર પણ વિડિઓ જોવા મળે છે. તે આજની યુવા પેઢીને ભારતના વિવિધ રાજ્યો સ્થળો રૂબરૂ જોવા આહવાન કરી રહ્યો છે.

અલ અમીન સાથે વાત કરતા તેણે જણાવ્યું હતું કે હું કેરાલાનો રહીશ છું. કન્યાકુમારીથી કાશ્મીરની યાત્રાએ નીકળ્યો છું. ભારત વિવિધતાનો દેશ છે દરેકે જોવો જોઈએ. હાલ હું ગુજરાતમાં છું ગુજરાત વિશે પુછતા જણાવ્યું હતું કે હું એવું માનતો હતો કે આજે પણ ગુજરાતમાં હિંદુ મુસલમાન વચ્ચે અંતર છે પરંતુ અહીંયા આવીને જાણવા મળ્યું કે અહીંયા હિંદુ મુસલમાન, શીખ, ઇસાઇ તમામ ધર્મના લોકો હળીમળીને સાથે રહે છે. હું મંદિરમાં ગયો મસ્જિદોમાં રોકાયો, અને ગુરુદ્વારામાં પણ રોકાયો અને તમામ સ્થળોએથી મને ખુબ સારો આવકાર મળ્યો છે અને ગુજરાતમાંથી મને ભરપૂર પ્રેમ મળ્યો છે. હવે વડા પ્રધાનનો ડ્રિમ પ્રોજેકટ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું જોવા જઈ રહ્યો છું. હું 19 વર્ષનો છું. મે નાની ઉંમરે મારી યાત્રા શરૂ કરી છે. લોકો જે તે વિસ્તારની વાતો કરે છે અને પુસ્તકોમા વાંચી ભારતના સ્થળ જોવાની ઈચ્છા વ્યક્ત કરીએ છીએ અને પાઠ્ય પુસ્તકોમાં ભારતની ભૂગોળ પણ ભણીએ છીએ પણ એના કરતા સ્થળ પર રૂબરૂ જઈએ અને એના વિશે અનુભૂતિ કરવી એ જ સાચું જ્ઞાન છે. ઈશ્વરે આપણને સુંદર જીવન આપ્યું છે તો એને જાણવું પણ જોઈએ અને માણવું પણ જોઈએ. મન હોય તો માળવે જવાય એ ઉક્તિને સાચા અર્થમાં કેરાલાના આ યુવાને સાર્થક કરી બતાવી છે. સાચા અર્થમાં અલ અમીન અન્ય યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત જરૂર બન્યો છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચ દહેજની લુના કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ

ProudOfGujarat

ભરૂચ : ગુજરાત ગેસના અધિકારીઓ દ્વારા કર્મચારીઓને હેરાનગતિ : કર્મચારી પ્લાન્ટની બહાર પરિવાર સાથે ધરણા પર.

ProudOfGujarat

એલર્ટ બ્રામ્હી સુંદરી સહેલી સર્કલ ગ્રુપ ભરૂચ દ્વારા પ્રભુ જન્મોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!