Proud of Gujarat
INDIAFeaturedGujarat

સમગ્ર ગુજરાતનાં જિલ્લાઓમાં એક જ સમય અને દિવસે આર.ટી.આઈ. એક્ટિવિસ્ટોએ જિલ્લા કલેકટરને આવેદન આપ્યું.

Share

આર.ટી.આઇનો કાયદો સરકાર દ્વારા ૨૦૦૫ જાહેર કરવામાં આવ્યો હતો. જેનો મુખ્ય હેતુ હતો કે સરકારી કે અર્ધ સરકારી તંત્ર અને આમ પ્રજા વચ્ચે પારદર્શકતા જળવાય ચાલતા ભ્રષ્ટાચાર કે લુલી કામગીરીની માહિતી આમ પ્રજાને પણ મળી રહે. ત્યારે આર.ટી.આઈ. કરતાં લોકોને તંત્ર દ્વારા પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સમયસર માહિતી ન મળવી, અપીલમાં ધર્મના ધક્કા ખાવા, કે અધૂરી માહિતી મળવાના કિસ્સાઓ વારંવાર જાણવા મળે છે. ત્યારે તંત્રના અધિકારીઓ દ્વારા પારદર્શકતાની ગુલબાંગો ફેકતા હોવાના કિસ્સાઓ બહાર આવતા હોય આર.ટી.આઈ. એક્ટિવિસ્ટોમાં રોષ ફેલાયો છે.

ત્યારે આજરોજ સમગ્ર ગુજરાતના જિલ્લાઓમાં સવારે ૧૧.૩૦ વાગ્યે એકસાથે જિલ્લા કલેકટરને આવેદન આપી તમામ આર.ટી.આઈ. એક્ટિવિસ્ટો સાથે થતાં અન્યાય બાબતે રાજ્યના રાજ્યપાલ સુધી આ વાત પહોંચાડવામાં આવે તેમજ આર.ટી.આઈ. એક્ટિવિસ્ટોના પ્રતિનિધિ મંડળને રાજ્યપાલ સમક્ષ રજૂઆત કરવાનો મોકો આપવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી.

Advertisement

આવેદનમાં મુખ્યત્વે રજુઆત કરવામાં આવેલ રજૂઆતોમાં ગુજરાત રાજ્યપાલ, મુખ્યમંત્રી, કાનુનમંત્રી, મુખ્ય ન્યાયમૂર્તિ, આરટીઆઇ એકટ-નિયમોનું ચુસ્તપણે પાલન કરવા આદેશ કરે. રાજ્ય માહિતી આયોગ કમિશ્નર ગુજરાત દ્વારા માહિતી માંગનાર અરજદારોને આજીવન પ્રતિબંધ બ્લેક લિસ્ટેડ લગાવેલ હુકમ ગેરકાયદેસર હોય, ગુજરાત હાઇકોર્ટના અનેક ચુકાદા વિરૂદ્ધ હોય, અદાલતોની અવમાનના સમાન હોય, નાગરિકના મૂળભૂત અધિકાર છીનવી લેવા સમાન હોય આયોગ દ્વારા કરવામાં આવેલ તમામ હુકમો તાત્કાલિક ધોરણે રદ કરવા આદેશ કરે. ગુજરાત સરકાર દ્વારા જ કમિશનરોની નિયુક્તિમાં કલમ: ૧૫(૫)નો ભંગ કરાય છે એની નોંધ લેવી, કાયદાની જોગવાઇ મુજબ કમિશનરોની નિમણુંક કરો અને કાયદાનું યોગ્ય પાલન કરાવવું. જી.આઈ.સી. ગુજરાતના કમિશનરો બીજી અપીલ બાદ આખે આખી પ્રથમ અપીલની ફરીથી સુનાવણી હાથ ધરવા હુકમ કરે છે તે આરટીઆઇ એકટની જોગવાઇ મુજબ કે ન્યાયી નથી અને સમય શક્તિનો વ્યય છે જે ગેરકાનૂની પણ છે. આરટીઆઇ એકટની જોગવાઇનો ભંગ કરનારાઓને બચાવવા સમાન છે અને માહિતી અરજદારને હેરાન કરવા સમાન છે. આવી પ્રથમ અપીલ અધિકારીને બીજી અપીલ તબદીલ કરવાની કોઈ જોગવાઈ નથી. આવાં હુકમો બંધ કરવા આદેશ કરવામા આવે. રાજ્ય માહિતી કમિશનરો આરટીઆઇ એકટ કલમ ૧૮ ની ફરિયાદમાં મનસ્વી અર્થઘટન કરી કરેલા હુકમનું પાલન કરાવતા નથી, સાથે જ જીઆઈસીના અનેક હુકમનું પાલન પણ કરવામાં આવ્યું નથી. અરજદારોને મળેલ માહીતી અધિકાર છીનવી લેવાયો અને આયોગ પણ ચુપ રહી નિષ્ક્રિય બન્યો છે.

માહીતી અરજદાર આર્થિક લાચાર હોય આયોગના વલણ લઈને હાઈકોર્ટની મદદ લઈ શકતાં નથી અને આરટીઆઇ એકટ તોડનાર બેફામ બની છુટ્ટા આંખલાની જેમ ફરી કાયદાઓને છડેચોક નિલામ કરી રહ્યા છે. માહીતી પંચ, આયોગ એમની સત્તા અને કાર્યો સ્પસ્ટ હોવા છતાં મનસ્વી રીતે કાર્ય કરી રહ્યા છે, જે કાયદા શાસન અનુરૂપ નથી. ગુજરાત હાઈકોર્ટના સુચન બાદ, સરકારનાં એકરાર બાદ આરટીઆઇ પોર્ટલ શરૂ કરવામાં આવેલ નથી જે શરુ કરવામાં આવે. ગુજરાતના મોટાભાગના જાહેર સેવા સત્તા મંડળમાં આરટીઆઇ એકટ કલમ(૪) અન્વયે પ્રો -એક્ટિવ ડીસક્લોઝર માહિતી જાહેર કરવામાં આવી નથી. જે સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવે અને કલમ (૪)નો ત્વરિત જાહેર અમલ કરવા આદેશ કરવામા આવે. માહિતીના અરજદારને અરજી જમા કરાવવામાં આવે તે સમયે અરજી સ્વીકૃતિ પત્ર, અરજી નોંધ, અને નિકાલ તારીખની વિધિવત પત્રથી જાણ કરવામાં આવતી નથી. માહિતી કમિશનરો પાસે આરટીઆઇ એકટનો ભંગ કરનાર ને ચેતવણી ઠપકો આપવાની સત્તા નથી. નિયમ ભંગ કરનારાને દંડ વસુલ કરવાની સ્પષ્ટ જોગવાઈ છે આ બાબતે વિવિધ હાઈ કોર્ટના ચુકાદાઓ જાહેર છે.

માહિતી કમિશનરો ચેતવણી ઠપકો આપવાના ચુકાદા જાહેર કરી કાનૂની દંડ વસુલ કરતાં નથી અને સરકારને નુકશાન થાય એવી યુક્તિ તરકીબ અજમાવી ગુનેગારોને બચાવી છાવરી રહ્યાં છે. હાઈકોર્ટ દ્વારા કલમ ૨૦ ની છણાવટ કરી આદેશ કર્યો છે એનું જીઆઈસીના કમિશનરો પાલન કરતાં નથી. આયોગ કમિશનર દ્વારા કોર્ટના ચુકાદાઓ પાલન કરે અને કરાવે એવો હૂકમ કરશો. ગુજરાત હાઈકોર્ટ એમની સુનાવણી યુ ટ્યુબ, સીસીટીવી કેમેરા દ્વારા કરે છે કરાવે છે ત્યારે આયોગ કમિશનરો એનાથી વિરૂદ્ધ એક દિવસમાં માત્ર બે-ત્રણ કલાકમાં અરજદારને, ફરિયાદીને ન્યાયી જવાબ આપવાની બીજી મુદતની તક આપ્યા વગર માહિતી અધિકારી અને અપીલ અઘિકારીને બીજી મુદતની સગવડ કરી આપીને ૧૦ કે ૧૨ સુનાવણી પૂરી કરી હુકમ જાહેર કરે છે. જે શંકાસ્પદ, અસંવિધાનિક, અમાનવીય વ્યવહાર સમાન હોય, સરકાર અને કાયદા ઉપર જનતાની શ્રદ્ધા કાયમ બની રહે એવો આદેશ કરવામા આવે.

આયોગ કમિશનર હાઈકોર્ટના જજની જેમ જ ઓફિસ સમય શરૂ થાય અને પૂરો થાય ત્યાં સુધી ફરજ બજાવે. તેમજ બીજી અપીલો અને ફરીયાદો અસંખ્ય પડતર છે જેના કારણે ગુજરાતની જનતા હેરાન પરેશાન થાય છે. આયોગ કમિશનર સમક્ષ રજુ કરવામાં આવે છે એવી બીજી અપીલો અને ફરિયાદોનો ન્યાયી નિકાલ ૪૫ દિવસમાં જ થાય એવો હુકમ કરવામાં આવે. ૩૦ દિવસની અંદર જ અરજદારને માહિતી પ્રમાણિત નકલોથી મળી રહે, પ્રથમ અપીલ અને ફરિયાદમાં નાગરિકો હેરાન થાય નહીં અને આરટીઆઇ એકટનો હેતું મૃતઃપ્રાય થાય નહીં એવો હુકમ કરવામાં આવે. માહિતી અધિકાર અધિનિયમ હેઠળ અરજી કરવાનારા નાગરીકો ઉપર હુમલા થાય છે, ધમકીઓ આપવામાં આવે છે તો ઘણાના મર્ડર પણ થયા છે. નાગરિકોની, અરજદારોની સુરક્ષા માટે કાયદાની મર્યાદામાં રહીને યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. જો કોઈ આરટીઆઇ એકટનો દુરુપયોગ કરે તો એમની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવે. અને જે પણ જવાબદાર હોય એમની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવે. આવા કેસમાં જે માહિતી માટે અરજીઓ થઈ છે તે માહિતી સરકારે જાતે જાહેર કરવી જોઈએ. જેથી માહિતી છુપાવનાર અને માગનારના મલિન ઇરાદા જાહેર થઈ જાય. ઓનલાઇન સુનાવણીમાં અરજદારોને કોર્ટે બહાર બેસાડી રાખવામાં આવે છે જે માંટે યોગ્ય અદાલતો જેવી વ્યવસ્થા આયોજન કરવામાં આવે. માહિતી અધિકાર અધિનિયમ સંબંધી સરકારી જાહેરાત બંધ છે તે ચાલું કરવામાં આવે. જાહેર સેવા સત્તામંડળના બારણે માહિતી અધિકારી અને અપીલ અધિકારીઓના નામ સરનામાં જાહેર કરવામાં આવે. એ.સી.બી.એ ઇન્ટેલિજન્સ એજેન્સી કે સુરક્ષા એજેનસી નથી એમ છતાં માહિતી અધિકાર ની જોગવાઇથી બાકાત કરી નાખી છે જે ન્યાયિક નથી કે યોગ્ય હુકમ કરવામાં આવે. માનનીય રાજયપાલ ગુજરાતને વિનંતિ કરી હોવા છતાં મુલાકાત આપવામાં આવી નથી જેથી આ આવેદન તમામ જિલ્લામાં કલેક્ટર કચેરીએ પહોંચી આપવામાં આવશે, યોગ્ય લેખીત જવાબ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.


Share

Related posts

સાબરકાંઠાનાં ઇડરમાં 177 ટ્રેક્ટર પર 8.20 કરોડની લોન લેવાના કૌભાંડના પાંચમાંથી ત્રણ આરોપી ઝડપાયા.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાનાં પાણેથા ગામે ઇકો ગાડીમાં રાખેલ વિદેશી દારૂનાં જથ્થા સાથે એક ઇસમ ઝડપી પોલીસે કુલ રૂ.૨,૮૫,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો.

ProudOfGujarat

ઝઘડિયા મુકામે હઝરત કયામુદ્દિનબાવાની દરગાહ શરીફનો વાર્ષિક ઉર્સ મનાવાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!