Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : વાલિયા ખાતે આવેલ ગણેશ ગાર્ડન સામે હિટ એન્ડ રનની ઘટના બની

Share

અંકલેશ્વર પંથકમાં દિવસેને દિવસે અકસ્માતના બનાવો ઘણા બની રહ્યા છે ગત રોજ સાંજના સમયે પણ એક આધેડને અડફેટે લઇ વાહન ચાલક ફરાર થઈ જતાં વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો. ગત રોજ સાંજના સમયે વાલીયા ખાતે આવેલ ગણેશ ગાર્ડની સામે એક અજાણ્યા વાહને એક આધેડને અડફેટે લીધો હતો.

બનાવ અંગે મળતી માહિતી અનુસાર દલસુખભાઈ વેસ્તાભાઈ વસાવા રહે, સિલુડી ચોકડી વાલિયા અંકલેશ્વરનાઓ પગપાળા ચાલીને જઇ રહ્યા હતા ત્યારે એક અજાણ્યા વાહને પાછળથી આવીને તેઓને અડફેટે લીધા હતા અને દલસુખભાઇનું ઘટના સ્થળ પર જ મોત નીપજયું હતું. અડફેટે લેનાર કાર ચાલકે ઊભા રહીને મદદ કરવાની જગ્યા પર તે નાસી ભાગ્યો હતો આસપાસના લોકો દ્વારા રોકવાની કોશીશ કરાતા તે પકડમાં આવ્યો ન હતો અને વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો.

Advertisement

આ ઘટનાની જાણ વાલિયા પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોચી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વાહનચાલકની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ જાણથી કરેલો છે કે અજાણી રીતે બનેલ છે જે તપાસનો વિષય બન્યો હતો.


Share

Related posts

વલસાડ-નેશનલ હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં 5 લોકોના મોત-ડુંગરી નજીક સોનવાડા પાસે ગમ્ખવાર અકસ્માત સર્જાયો…

ProudOfGujarat

ભરૂચમાં દિવ્યાંગ સહાય યોજનામાં મળેલા ૪૬ ફોન લાભાર્થીઓએ પરત કર્યા

ProudOfGujarat

27 વર્ષ લાંબી કરિયર પર સેરેના વિલિયમ્સે ભાવુક થઇને ટેનિસને અલવિદા કહ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!