Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી : ભથાણ ગામે પ્રા.શાળા બાળકોને ચાઇનીઝ ડુપ્લીકેટ ચોખા વિતરણ થતા હોવાના શાળાગણ પર આક્ષેપ

Share

લીંબડી તાલુકા ના ભથાણ ગામે પ્રાથમિક શાળામાં બાળકોને ચાઇનીઝ ડુપ્લીકેટ ચોખા વિતરણ થતા હોવાના આક્ષેપ સાથે વાલીઓ એ પ્રાથમિક શાળામાં ધેરાવ કર્યો

લીંબડી તાલુકા ના નળકાંઠા વિસ્તારમાં આવેલા ભથાણ ગામની પ્રાથમિક શાળામાં થી અનાજ વિતરણ વ્યવસ્થા દરમિયાન વિતરણ કરવામાં આવેલા ચોખા નો જથ્થો ડુપ્લીકેટ એટલે કે ચાઇનીઝ પ્લાસ્ટિક ના ચોખા હોવાનું વિદ્યાર્થીઓના વાલીઓને જાણવા મળતા વાલીઓમાં રોષ ની લાગણી ફેલાઈ હતી.

Advertisement

વાલીઓ એ આ બાબતે લીંબડી પુરવઠા મામલતદાર કચેરી ખાતે પણ ટેલીફોન દ્વારા જાણ કરી હતી અને ભથાણ પ્રાથમિક શાળામાં જઇ ઘેરાવ કર્યો હતો અને આ બાળકો ના આરોગ્ય સાથે ચેડા કરનારા તત્વો ના મુળ સુધી પહોંચી યોગ્ય તપાસ કરી કડક કાર્યવાહી કરવા ઉગ્ર માગણી કરી હતી

ત્યારે આ બાબતે જીલ્લા પુરવઠા અધિકારી ભાવનાબા ઝાલાએ બાળકોમા પોષણ ની ખામી દુર કરવા માટે સરકાર દ્વારા ફોર્ટિફાઇડ ચોખાનું વિતરણ કરાયું છે અને ફોર્ટિફાઇડ ચોખા આરોગવાથી બાળકોમાં વિટામિનની ઉણપ દૂર થશે અને ભારત ફૃડ સેફ્ટી સ્ટાન્ડડર્સે ફોર્ટિફાઇડ ચોખાને મંજૂરી આપી છે ત્યારે મામલો થાળે પડ્યો હતો .

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર


Share

Related posts

વિરમગામ :લૂ લાગવાથી બચવાના ઉપાયો અંગે જરૂરી માર્ગદર્શન આપવા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

ડૉ. સાગરે છઠ પૂજાના આ શુભ અવસર પર એક મધુર ગીત બનાવ્યું.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : છેલ્લા ત્રણ મહિનાની ફી બાબતે સેન્ટ થોમસ સ્કૂલમાં વાલીઓએ કર્યો હોબાળો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!