Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : પી.એમ. મોદીના જન્મદિવસ નિમિતે ગરીબોને ગેસ કનેક્શનનું વિનામુલ્યે વિતરણ કરાયું.

Share

આજરોજ દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71 માં જન્મદિવસ નિમિતે ગુજરાત સરકાર દ્વારા 400 જેટલા સ્થળોએ ગરીબોના હિતલક્ષી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં આજરોજ અંકલેશ્વર સ્થિત માં શારદા ભવન ટાઉન હૉલ ખાતે ગરીબોની બેલી સરકાર અંતર્ગત ગરીબો કે જેઓ કેરોસીનનો ઉપયોગ કરતાં હતા તેવા રેશનકાર્ડ ધારકોને ગેસ કનેક્શનનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવી કરવામાં આવી હતી.

તે સાથે મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત પણ જે બાળકોના માતા પિતા મૃત્યુ પામ્યા હોય તેવા બાળકોને સહાય આપવામાં આવી હતી. કાર્યક્રમ કરવાનો મુખ્ય હેતુ ગરીબોને ઉપયોગી બનવાનો છે.

કેરોસીનનો ઉપયોગ કરનારા રેશનકાર્ડ ધારકોને અંકલેશ્વર પાલિકા દ્વારા ગેસની સગડી, રેગ્યુલેટર અને ગેસનો બોટલ આપવામાં આવ્યો હતો. જેમાં 49 જેટલા લાભાર્થીઓને સુવિધાઓ આપવામાં આવી હતી. આ કાર્યક્રમ હેઠળ કુલ 9173 જેટલા ગેસ કનેક્શન અંકલેશ્વરમાં આવેલી પાંચ જેટલી એજન્સીઓ દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત ગુજરાતના 400 જેટલા સ્થળોએ ગરીબ કલ્યાણના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. અંકલેશ્વર પંથકમાં પણ વૃક્ષારોપણ, આરોગ્યલક્ષી કેમ્પ પણ યોજવામાં આવ્યા છે.

ગેસ કનેક્શન વિતરણ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ વિનયભાઈ વસાવા તે સહિતના તમામ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

CM ભૂપેન્દ્ર પટેલે કરી મોટી જાહેરાત, રાજ્યમાં પ્રથમ વખત યોજાશે નેશનલ ગેમ્સ.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં ડિગ્રીધારી બેરોજગાર શિક્ષકોને નોકરીના અભાવે ખેતમજૂરી, દરજીકામ, સિકયોરોટી જેવા કામો કરવાની મજબૂર બન્યા !

ProudOfGujarat

ગોધરા પાસે ગાડી બગડતા અટવાઈ ગયેલ રાજસ્થાનનાં ત્રણ યુવાઓની વ્હારે જિલ્લા વહીવટીતંત્ર આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!