ગુજરાતમાં વિધાનસભાના નવા અધ્યક્ષ નીમાબેન આચાર્ય બન્યા છે ગુજરાત વિભાનસભાની પદ પરથી પૂર્વ વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના રાજીનામા બાદ આ પદ ખાલી પડ્યું હતું જે બાદ હવે નીમાબેન આચાર્યને આ પદની જવાબદારી સોંપવામાં આવી છે, મહત્વનું છે કે આજે વિધાનસભાની મુખ્ય દંડક પંકજ દેસાઈ વિધાનસભા સચિવની ચેમ્બરમાં પહોંચ્યા હતા અને નવા અધ્યક્ષની નિમણૂંક બાબતે સચિવને નીમાબેન આચાર્યનું નામ સોંપ્યું હતું
જ્યારે વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડનું નામની પણ પસંદગી કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બન્યા બાદ નીમાબેન આચાર્ય નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું કે મને વિધાનસભાના અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે, વિધાનસભાની હુ પ્રથમ મહિલા અધ્યક્ષ બનીશ, મેં ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે.
નોધનીય છે કે, ભાજપ તરફથી ઉપાધ્યક્ષ માટે જેઠા ભરવાડ દ્વારા ઉમેદવારી કરવામાં આવી છે જયારે કોંગ્રેસ તરફથી ડો. અનિલ જોષીયારા દ્વારા ઉમેદવારી કરવામાં આવી હતી. ઉપાધ્યક્ષ તરીકેના પદ માટે બંને પક્ષે ખેંચતાણ ચાલી રહી છે. આ દરમિયાન કોંગ્રેસના વિપક્ષ નેતા પરેશ ધાનાણીનું પણ નિવેદન સામે આવ્યું છે અને તેમણે કહ્યું છે કે, ગુજરાત વિધાનસભાની પ્રણાલી મુજબ અધ્યક્ષ તરીકે સતા પક્ષ સ્થાન લે છે. સત્તા પક્ષ જેને અધ્યક્ષ તરીકે જે નામ મુકશે તેનું સમર્થન કરીએ છીએ. ભૂતકાળમાં ઉપાધ્યક્ષનું પદ વિપક્ષને મળતું હતું પરંતુ કમનસીબે વીતેલા વર્ષોમાં ભાજપે આ પ્રણાલી પુરી કરી દીધી છે. કોંગ્રેસ પક્ષ પોતાના અધિકારનું જતન કરતા ભણેલા ગણેલા ડો. અનિલ જોષીયરા નું ફોર્મ ભર્યું છે. કોંગ્રેસે સ્વચ્છ છબીના ઉમેદવાર રજૂ કર્યા છે જયારે ભાજપે ગુનાહિત ઇતિહાસ ધરાવતાને પસંદ કર્યા છે.