Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક મોટા સોરવા ગામ ખાતે પત્થરની ખાણમાં બ્લાસ્ટીંગ દરમિયાન એક કામદારનું મોત.

Share

ભરૂચ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં પથ્થર તોડવાની અનેક ખાણ આવી છે, ઝઘડીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આ ખાણનું પ્રમાણ વધુ છે, જ્યાં ગતરોજ મોટા સોરવા ગામની પત્થરની ખાણમાં એક દુર્ઘટના બની હતી જેમાં બ્લાસ્ટીંગ દરમિયાન પત્થર વાગતા કિરણ વસાવા નામના કામદારનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.

બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર ઝઘડીયા તાલુકાના મોટા સોરવા ગામની સીમમાં આવેલ પથ્થરની ખાણમાં કામ કરતા કામદાર કિરણ વસાવાનું પથ્થરની ખાણમાં બ્લાસ્ટ સમયે પથ્થર ઉછળીને વાગતા ગંભીર ઇજાઓ થતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાના આક્ષેપ કિરણ વસાવાની પત્ની સરોજબેન વસાવા દ્વારા કરવામાં આવ્યા હતા.

Advertisement

ઘટના અંગેની જાણ રાજપારડી પોલીસને કરવામાં આવતા પોલીસે કિરણ વસાવાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી મામલા અંગેનો ગુનો દાખલ કરવાની તજવીજ હાથધરી વધુ તપાસ શરૂ કરી છે.


Share

Related posts

કોરોના વાયરસના ભયના પગલે અત્યાર સુધીમાં ભરૂચમાં 850 વિદેશીઓનું ચેકઅપ કરાયું.

ProudOfGujarat

ભરૂચમાં મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મિલાદુન્નબી નિમિત્તે ભવ્ય જુલુશ નીકળ્યું, મોટી સંખ્યામાં લોકો જુલુશમાં જોડાયા

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં કલેકટરશ્રીની અધ્યક્ષતામાં 32મા નેશનલ રોડ સેફ્ટી માસની ઉજવણીનો પ્રારંભ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!