Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતમાં 27 મી સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી.

Share

ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી મેઘમહેર જામી છે, ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ધોધમાર વરસાદી માહોલના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, જીલ્લામાં બે દિવસથી મેધ મહેરામણ જામ્યું છે. ગઇકાલથી આજ સવાર સુધી કુલ 134 મી.મી. વરસાદ ખાબકયો હતો. જિલ્લાના ૯ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદી માહોલ રહેતા ધરતી પુત્રો સહિત લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન ખાતાથી મળેલ માહિત અનુસાર ભરૂચ પંથક સહિત દક્ષિણ ગુજરાતમાં 27 મી સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી છે.

ભરૂચ જિલ્લામાં ભાદરવો ભરપૂર હોય તેમ વરસાદી માહોલના આગમનથી ઠેરઠેર પાણી ભરાયા હતા. જયારે આજ સવારના છ વાગ્યા સુધીના આંકડા જોતાં અંકલેશ્વરમાં 24 મિમી, વાલિયા 23 મિમી, ભરૂચ 57 મિમી, નેત્રંગ 0 મિમી, ઝઘડિયા 19 મિમી, વાગરા 0 મિમી, હાંસોટ 0 મિમી, આમોદ 6 મિમી, જંબુસર 5 મીમી વરસાદ નોંધાયો હતો.

Advertisement

મહત્વનું છે કે ચોમાસાની ઋતુમાં જિલ્લામાં જ જુલાઈના અંત અને ઓગષ્ટ માસમાં છૂટો છવાયો વરસાદ રહેતા ધરતી પુત્રો અને લોકોમાં ચિંતા પ્રસરી હતી અને ઓગસ્ટ માસમાં સિઝનનો કુલ વરસાદ ગત વર્ષ કરતા ૫૦ ટકા પણ ન રહેતા લોકો આ વર્ષે ચોમાસુ નબળુ જશે તેવી ચર્ચાઓમાં જોતરાયા હતા, પરંતુ સપ્ટેમ્બર માસમાં જાણે કે ભાદરવો ભરપૂર હોય તેમ ચાલુ વર્ષે સિઝનનો કુલ વરસાદી આંક 80 ટકા સુધી પહોંચી ગયો છે અને હવામાન વિભાગની આગાહીની જેમ જ વરસાદી માહોલ જિલ્લામાં વરસી રહ્યો છે જેને પગલે વાદળ છાયા વાતાવરણ વચ્ચે લોકો ઠંડકનો અનુભવ કરી રહ્યા છે.


Share

Related posts

રાજપીપળા : લોખંડના સળીયા તથા વાહનચોરીના કુલ-૧૪ ગુના બે શખ્શોની અટકાયત કરતી નર્મદા એલ.સી.બી.પોલીસ

ProudOfGujarat

દામાવાવ પોલીસે ઇન્ડિકા કારમાંથી વિદેશીદારુનો જથ્થો ઝડપી પાડ્યો.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના દધેડા ગામે વિજેતા ઉમેદવારના વિજય સરઘસમાં જાહેરનામા ભંગનો ગુનો નોંધાતા ચકચાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!