Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીમાં વરસાદનું આગમન : ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ, લોકોને ગરમીથી રાહત મળી.

Share

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો. લીંબડીમાં આજરોજ સવારથી મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. મેઘરાજાના આગમનથી લોકો હરખાયાં છે. ઉનાળાની કાળઝાળ ગરમીથી ત્રસ્ત લોકો વર્ષારાણીના આગમનની રાહ જોઇ રહ્યાં હતાં. ત્યાં છેલ્લાં થોડા સમયમાં બેથી ત્રણ વાર છુટાછવાયા સામાન્ય ઝાપટાં બાદ વરસાદના કોઇ અણસાર ન હતાં. વાદળ છાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટાથી ઠંડક પ્રસરી ગઈ હતી.

શહેરમાં પણ વહેલી સવારે વરસાદી ઝાપટાં પડતાં મોસમના પહેલાં પહેલાં વરસાદમાં નાના ભુલકાઓએ ન્હાવાની મજા માણી હતી. આ વર્ષે ચોમાસુ સપ્તાહ પહેલાં શરૂ થયું હોવાનું લાગી રહ્યું છે. પંથકમાં વરસાદી ઝાપટાં પડતાં પંથકના ખેડૂતો ખેતરોમાં વાવણી પહેલાં જમીન ખેડવાની કવાયતમાં જોતરાઇ ગયાં છે. ચોમાસાના શરૂઆતના તબક્કામાં થયેલાં વરસાદ બાદ ખેડૂતો વાવણી કરશે.

Advertisement

કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર


Share

Related posts

વલસાડ જીલ્લા ટ્રાફિક પીએસઆઈ અને લોક ચાહના સાથે પોતાની ઈમાનદારી પૂર્વક ફરજ નિભાવતા પીએસઆઈ જે.આઈ.પરમાર જાણૌ વધુ

ProudOfGujarat

સુરતઃ 15 વર્ષની કિશોરી પર લેબ ટેક્નિશિયને દુષ્કર્મ કર્યાનો આક્ષેપ, યુવકને લોકટોળાએ માર્યો માર

ProudOfGujarat

રાજ્યોની VNSGU યુનિવર્સિટીની પરીક્ષા બાબતે વિધાર્થિઓનાં હિતમાં નિર્ણય લેવાની માંગ સાથે NSUI નર્મદાનું આવેદન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!