Proud of Gujarat
FeaturedGujaratINDIA

144 મી જગન્નાથજી મંદિરની જળયાત્રાને મળી મંજૂરી, જાણો કેવી રીતે યોજાશે રથયાત્રા..!

Share

144 મી ભગવાન જગન્નાથજી મંદિરની રથયાત્રાને પગલે મિટિંગનો દોર પૂર્ણ થયો છે અને રથયાત્રા પહેલા યોજાતી જળયાત્રાને મંજૂરી મળી છે. 108 કળશને બદલે માત્ર 5 કળશ સાથે જળયાત્રા યોજવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ જળયાત્રામાં કોઈ પણ ભજન મંડળી સામેલ નહિ થઈ શકે. આ વર્ષની જળયાત્રામાં નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હાજર રહેશે. 24 જૂનના દિવસે જળયાત્રા યોજાનાર છે. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા પહેલા પરંપરાગત રીતે જળયાત્રા યોજાતી હોય છે.
કોરોના મહામારીના કારણે ગત વર્ષની જેમ આ વર્ષે પણ 24 જુનના રોજ બહુ ઓછા લોકોની હાજરીમાં જળયાત્રા યોજવાનો નિર્ણય મંદિર તરફથી લેવામાં આવ્યો છે. પોલીસ કમિશનર દ્વારા જળયાત્રા યોજવાને લઈ મંજૂરી આપી દેવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહમંત્રી પ્રદીપસિંહ હાજર રહેશે.

144 મી ભગવાન જગન્નાથજી મંદિરની રથયાત્રાની જળયાત્રાના આયોજનને લઈને આજે મિટિંગ યોજાઈ હતી. જેમાં જળયાત્રા યોજવાનો નિર્ણય લેવાયો છે. સાથે જ મિટંગના અંતે નક્કી કરાયુ કે, જળયાત્રામાં શક્યો હોય તો ગજરાજને પણ હાજર રાખવામાં નહિ આવે. જો જરૂર હશે તો માત્ર એક જ ગજરાજ રાખવામાં આવશે. જળયાત્રામાં 50 થી ઓછા લોકોની હાજરી રહેશે. જેઓ મંદિરના જ સભ્યો હશે. સામાન્ય નાગરિકો રથયાત્રામાં નહિ જોડાઈ શકે.
જગન્નાથમાં 30થી 35 લોકોની હાજરીમાં કોરોનાની ગાઇડલાઇન મુજબ જળયાત્રા યોજાશે. જળયાત્રામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા હાજર રહેશે. 1 ગજરાજ, 5 ધજા અને 5 કળશ સાથે જળયાત્રા યોજવામાં આવશે. સાબરમતી નદી કિનારે સોમનાથ ભુદરના આરેથી કળશમાં પાણી ભરીને મંદિરમાં લાવવામાં આવે છે.
દર વર્ષે 108 કળશમાં પાણી ભરી વાજતે ગાજતે જળયાત્રા યોજાય છે પરંતુ કોરોના મહામારીના કારણે જળયાત્રા સાદાઈથી ઓછા લોકો અને ભક્તો વિના યોજાશે. અમદાવાદમાં રથયાત્રા અંગેની અસમંજસ સ્થિતિ સર્જાઈ છે. થોડા દિવસ પહેલાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે રથયાત્રા કાઢવા માટે યોગ્ય સમયે નિર્ણય લેવાશે.
બીજી તરફ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ જગન્નાથ મંદિરે દર્શન માટે પહોંચ્યા હતા અને કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કેવી રથયાત્રા યોજવી કે નહિ એનો નિર્ણય લેવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું. ત્યારે હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 21મી જૂને ગુજરાતની મુકાલાતે આવી રહ્યા છે, ત્યારે રથયાત્રા અંગેનો આખરી નિર્ણય શાહ સાથેની ચર્ચા બાદ ઉકેલાઈ શકે છે.
રથયાત્રા પૂર્વ જળયાત્રાને લઈને પોલીસ તંત્ર પણ સાબદુ થયું છે. જળયાત્રામાં બંદોબસ્ત માટે પોલીસે એક્શન પ્લાન બનાવ્યો છે. જગન્નાથ મંદિર ખાતે ટ્રસ્ટી અને પોલીસ વચ્ચે બેઠક યોજાશે. જળયાત્રાને લઈને પોલીસ મિટિંગ યોજાશે. જેમાં જળયાત્રાની વ્યવસ્થાને લઈને પોલીસ ઉચ્ચ અધિકારીઓ નિરીક્ષણ કરશે. કોવિડની ગાઈડલાઇન અને જળયાત્રાની વ્યવસ્થાને લઈને બેઠક કરાશે.

Advertisement

Share

Related posts

આરોગ્યમંત્રી નિમિષાબેન સુથારે ગોધરાનાં જીબીએસ અસરગ્રસ્ત વિસ્તારોની લીધી મુલાકાત.

ProudOfGujarat

અંકલેશ્વર GIDC ડિસન્ટ હોટલની બહાર પાર્ક કારમાંથી રૂ.૨.૫૪ લાખની ચોરી.

ProudOfGujarat

सलमान खान ने एक वीडियो के जरिये फैंस को “रेस 3” की खूबसूरत लोकेशन से करवाया रूबरू !

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!