Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંગદાન જીવનદાન : સુરતના કોળી સમાજના બ્રેઇનડેડ મહિલાના પરીવારે ડોનેટ લાઈફના માધ્યમથી તેમના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષી.

Share

સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા છેલ્લા બાર દિવસમાં કુલ ૧૯ અંગો અને ટીસ્યુઓના દાન મેળવી દેશના વિવિધ રાજ્યોના કુલ ૧૮ ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન આપવામાં સફળતા મળી છે. કોળી પટેલ સમાજના બ્રેઈનડેડ કલ્પનાબેન ઠાકોરભાઈ પટેલના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી તેમના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી.

સુરતની યુનાઇટેડ ગ્રીન હોસ્પિટલથી અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) હોસ્પિટલ સુધીનું ૨૬૫ કિ.મિ રોડ માર્ગનું અંતર ૨૨૦ મીનીટમાં કાપીને દાનમાં મેળવવામાં આવેલી બે કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓમાં અમદાવાદની IKDRC હોસ્પિટલમાં ડૉ.પ્રાંજલ મોદી, ડૉ.જમાલ રીઝવી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે. કિડની અને લિવર સમયસર અમદાવાદ પહોંચાડવા માટે સુરત શહેર પોલીસ તેમજ રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકારથી ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો હતો.

કોવીડ ૧૯ ની મહામારીની બીજી લહેર પછી આખા દેશમાં અંગદાનનું પ્રમાણ ખુબ જ ઓછું છે. ત્યારે સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા છેલ્લા બાર દિવસમાં ત્રણ બ્રેઈનડેડ વ્યક્તિઓના પરિવારજનો સાથે સમજણ કેળવી ૨ હૃદય, ૨ ફેફસાં, ૬ કિડની, 3 લિવર અને ૬ ચક્ષુઓ સહીત કુલ ૧૯ અંગો અને ટીસ્યુઓના દાન મેળવી દેશના વિવિધ રાજ્યોના કુલ ૧૮ ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવુંજીવન આપવામાં સફળતા માળી છે. સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા ૩૮૮ કિડની, ૧૬૦ લિવર, ૮ પેન્ક્રીઆસ, ૩૩ હૃદય, ૧૪ ફેફસાં અને ૨૯૨ ચક્ષુઓ કુલ ૮૯૩ અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને ૮૨૧ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.

જયદીપ રાઠોડ : સુરત

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર લીંબડીનાં અવિરાજસિંહવાળાએ અવનવા પુસ્તકની રચના કરી.

ProudOfGujarat

જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ ‘નોન-સ્ટોપ ધમાલ’ ગીત લૉન્ચ વખતે રાજપાલ યાદવ અને અન્નુ કપૂર સાથે હૂક સ્ટેપ પર ગ્રુવ કર્યું

ProudOfGujarat

વડોદરામાં તૃષાની હત્યા બાદ પોલીસની પહેલ…જાણો શું ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!