Proud of Gujarat
INDIAFeaturedGujarat

નાંદોદ તાલુકાના કુમસ ગામના વિદ્યાર્થીઓનું રસ્તા રોકો આંદોલન.

Share

કોરોના બાદ માંડ નર્મદા જિલ્લામાં માંડ શાળા કોલેજો શરૂ થઈ છે. વિદ્યાર્થીઓ શાળાએ જતા થયાં છે પાણ આજુબાજુના ગામડેથી અપડાઉન કરતાં વિધાર્થીઓને સમયસર બસો ન મળતી હોવાથી બસોના ધાંધિયાથી વિધાર્થીઓ પરેશાન થયાં છે. આવા જ નાંદોદ તાલુકાના કુમસ ગામના વિદ્યાર્થીઓને ના છૂટકે કરવાની રસ્તા રોકો આંદોલન કરવાની ફરજ પડી હતી. શાળા કોલેજ જતા કુમસ ગામના 50 થી વધુ વિદ્યાર્થીઓએ તેઓનો જુના બસ રુટની માંગ કરી કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.

આ વિદ્યાર્થીઓએ જણાવ્યું છે કે કુમસ ગામના 50 થી વધુ વિદ્યાર્થીઓ કે જેઓ હાઇસ્કુલ, કોલેજ, આઇ.ટી.આઇ મા અભ્યાસ અર્થે મુખ્ય મથક રાજપીપળા ખાતે અપડાઉન કરે છે. પરંતુ કોરોના બાદ શાળા કોલેજ શરુ થતા બાળકોએ શાળાએ જવાનુ શરુ તો કર્યું,પરંતુ બસના ઠેકાણા ન હોવાથી બસના અભાવે વિધાર્થીઓને ખાનગી વાહનમા જોખમી મુસાફરી કરવાનો વારો આવ્યો છે. ખાનગી વાહનમા મુસાફરી કરવાથી વિદ્યાર્થીઓને આર્થિક નુકશાન ભોગવવું પડે છે. બસનો પાસ હોવા છતા ખાનગી વાહનનો સહારો લેવો પડતા પૈસા ખર્ચીને લીધેલો બસ પાસ શોભાના ગાંઠિયા સમાન પુરવાર થયો છે. જેને કારણે બસ પણ કામ આવતો નથી.

આમ વિદ્યાર્થીઓને ડબલ આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે બસના અભાવે બાળકો સમયસર શાળા કોલેજ ન પહોચતા હોઈ તેઓના અભ્યાસ પર વિપરીત અસર થાય છે. શાળાએ સમયસર ન પહોંચે તો શાળા તરફથી ઠપકો સાંભળવો પડે છે. જયારે સાંજે સમયસર ઘરે ન પહોંચીએ અમારા માતા પિતા ઠપકો સાંભળવો આપે છે. બસોના ધાંધિયાને કારણે વિદ્યાર્થીઓને સાંજે ઘરે પહોચતા સાંજના 8 થી 9 વાગી જાય છે. અમારા માતા પિતા મોડા પહોંચવાને કારણે સતત ચિંતા સાથે અસુરક્ષિતતાનો ભાવ અનુભવે છે. આ સમસ્યાથી ત્રાસીને અમારે ના છૂટકે રસ્તા રોકો આંદોલનનો માર્ગ અપનાવવો પડ્યો છે. આજરોજ અમે સૌ વિદ્યાર્થીઓએ કલેકટર સાહેબ તેમજ બસ ડેપોમા રજૂઆત કરેલ છે.જો અમારી માંગણી ના સંતોષાય તો બસ,ડેપો આગળ ધરણાનો કાર્યક્રમકરવાનું ચીમકી આપી છે. સવાલ એ ઉભો થાય છે બાળકો હવે ભણવાનું કામ કરશે કે આંદોલન કરશે?

Advertisement

દીપક જગતાપ, રાજપીપલા

.


Share

Related posts

વાલિયાનાં સોડગામનાં સેવાભાવી સરપંચ રમેશ વસાવા કોરોના સંક્રમિત થતાં ટૂંકી સારવાર બાદ અવસાન થયું…

ProudOfGujarat

લીંબડીનાં લોક લાડીલા માજી ધારાસભ્ય કિરીટસિંહ રાણાનો આજે જન્મ દિવસ છે ત્યારે ભારતનાં ગૃહ મંત્રી શ્રી અમિત શાહએ પત્ર લખીને જન્મ દિવસની હાર્દિક શુભેચ્છઓ પાઠવી હતી.

ProudOfGujarat

એક જ વર્ષમાં પાંચ લાખથી વધુ ગ્રાહકોએ આઇ.સી.આઇ.સી.આઇ લોમ્બાર્ડનાં IL TakeCare એપથી લાભ મેળવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!