Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાત સરકાર દ્વારા ગાંધીજીની 152 મી પુણ્યતિથિ ઉજવણી કરી રહી છે ત્યારે ગોધરામાં આવેલ ગાંધી આશ્રમ વિકાસ ઝંખે છે?

Share

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મહાત્મા ગાંધીજીની 152 મી પુણ્યતિથિની ધામધૂમ પૂર્વક તથા અલગ અલગ જિલ્લાઓમાં કાર્યક્રમ યોજી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગોધરા શહેરમાં આવેલ ગાંધી આશ્રમવિકાસ ઝંખે છે ? જેનું મુખ્ય કારણ અહી રહેતા ૪૦ વિદ્યાર્થીઓ જેવો પંચમહાલ અને દાહોદ જિલ્લાના અલગ અલગ તાલુકાના ગામડાઓમાંથી આવી અહીં અભ્યાસ કરી રહ્યા છે ત્યારે આવા વિદ્યાર્થીઓને જોઈતી અપૂરતી સુવિધાઓ પૂરી પાડવી જોઈએ તેવું જાગૃત નાગરિકોની માંગ છે. સમગ્ર દેશમાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મેક ઇન ઇન્ડિયા સ્ટાટઅપ ઇન્ડિયા મેરા દેશ બદલ રહા હૈ, આગે બઢ રહા હૈ જેવી વણથંભી વાતો કરી રહ્યા છે ત્યારે પંચમહાલ જિલ્લામાં આવેલ ગોધરા શહેરમાં ગાંધી આશ્રમમાં રહેતા ૪૦ વિદ્યાર્થીઓની હાલત અપૂરતી સુવિધા ઓથી વંચિત જોવા મળી રહી છે? અમારા પ્રતિનિધિ જ્યારે ગોધરામાં આવેલ ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી ત્યારે આશ્રમમાં રહેતા બાળકોની વ્યથા કઈ આવી જોવા મળી હતી કે જે વિદ્યાર્થીઓ આ આશ્રમમાં રહે તે ગોધરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવે છે અને ગોધરામાં આવેલ અલગ અલગ શાળામાં અભ્યાસ કરવા જાય છે અને ત્યારબાદ તેવા પાછા આશ્રમમાં આવી રહે છે અમારા પ્રતિનિધિ દ્વારા જ્યારે આશ્રમમાં મુલાકાત લીધી અને વિદ્યાર્થીઓને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે ચોમાસામાં વરસાદ વધુ પડવાથી અને છત ઉપરથી પાણીના ટપકાંઓ પડતા અહી પાણી ભરાઈ જાય છે.

આમ તો ગુજરાત રાજ્ય સરકાર વિકાસની વણથંભી વાતો કરી રહી છે ત્યારે આવી અપૂરતી સુવિધા ઓથી વંચિત બાળકોની મુલાકાત લઈ તેમને મળવા પાત્ર સુવિધાઓ પુરી પાડવામાં આવે જાગૃત નાગરિકોની માંગ ઉઠવા પામી છે હાલમાં આ ગાંધી આશ્રમનું સંચાલન ગુજરાત હરિજન સેવક સંઘ દ્વારા કરવામાં આવે છે. આ આશ્રમમાં મહાત્મા ગાંધી, ચંદ્રશેખર આઝાદ, સ્વામી વિવેકાનંદ, ડૉ બાબા સાહેબ આંબેડકર, જવાહર લાલ નહેરુ, લાલ બહાદુર શાસ્ત્રી, સરદાર વલ્લભભાઈ પટેલ, રવીન્દ્રનાથ ટાગોર, મહાવીર સ્વામી, વિનોબા ભાવે, મામા સાહેબ ફાડકે, વગેરે જેવા મહાનુભાવો અહી પ્રસ્થાન કરી ચૂક્યા હોય ત્યારે આ આશ્રમમાં રહેતા ૪૦ વિદ્યાર્થીઓને અપૂરતી સુવિધા ઓથી વંચિત કેમ?? જ્યારે ગુજરાત રાજ્ય સરકાર તથા પંચમહાલ જિલ્લાની પ્રશાસન તંત્ર દ્વારા 152 મી પુણ્યતિથિ નિમિત્તે તડામાર તૈયારીઓમાં વ્યસ્ત હોય તો અહીં આવેલ ગાંધી આશ્રમમાં રહેતા ૪૦ વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીને દૂર કરે અને અપૂરતી સુવિધા ઓથી વંચિત છે તો તેવી પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં આવે તો સાચા અર્થમાં મહાત્મા ગાંધીજીની 152 મી પુણ્યતિથિની ઉજવણી સાર્થક ગણાશે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

રાજપીપળા ખાતે નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસને અનુલક્ષીને કોમન યોગ પ્રોટોકોલ તાલીમ સત્ર તથા યોગયાત્રા યોજાઈ

ProudOfGujarat

અંકલેશ્વરમાં રાજપુત કરણી સેના દ્વારા તાંડવ વેબ સીરીઝનો વિરોધ કરવામાં આવ્યો.

ProudOfGujarat

અંકલેશ્વર : જીઆઇડીસીના સરદાર પાર્ક નજીકની બેંક ઓફ બરોડા પર યુવાન પાસેથી રૂ.30 હજારની લૂંટ કરી ઇસમો ફરાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!