Proud of Gujarat
INDIAFeaturedGujarat

આણંદ ખાતે યોજાયેલ બેડમિન્ટન સ્પર્ધામાં નેત્રંગની ૧૪ વર્ષીય કિશોરીનો સુંદર દેખાવ.

Share

ભરૂચ જિલ્લાના નેત્રંગ ટાઉનની ૧૪ વર્ષીય કિશોરીએ બેડમિન્ટનની સ્પર્ધામાં બે ગોલ્ડ જીતતા નેત્રંગ સહિત સમગ્ર ભરુચ જિલ્લાનું ગૌરવ વધાર્યુ છે. નેત્રંગના ગાંધીબજારમાં રહેતા આશિષભાઇ ગોપાલભાઇ ગાંધીની ૧૪ વર્ષીય દિકરી એશાકુમારી, જે લુવારા ખાતે આવેલ એમિકસ શાળા ખાતે ધોરણ ૯ માં અભ્યાસ કરે છે,તેણે આણંદ ખાતે ગુજરાત બેડમિન્ટન એસોસિએશન દ્રારા યોજાયેલ અંડર ૧૭ અને અંડર ૧૯ ઓપન ગુજરાત બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો.ટુર્નામેન્ટમાં એશાકુમારી ગાંધીએ શ્રેષ્ઠ દેખાવ કરતા અંડર ૧૭ માં સિંગલ્સ અને મિક્સ ડબલ્સમાં ચેમ્પિયન બની બે ગોલ્ડ જીત્યા હતા. આ ઉપરાંત હાલમાં સુરત ખાતે યોજાયેલ અંડર ૧૩ ૧૫ ઓપન ગુજરાત બેડમિન્ટન ટુર્નામેન્ટમાં એશાકુમારીએ શ્રેષ્ઠ દેખાવ કરીને અંડર ૧૫ માં સિંગલ્સ  અને મિક્સ ડબલ્સમાં ચેમ્પિયન બની હતી. એશાકુમારીએ આટલી નાની ઉંમરમાં સ્પર્ધાત્મક રમતોમાં ભાગ લઇને ઉતરોત્તર   સિધ્ધી મેળવતા નેત્રંગ સહિત સમગ્ર ભરુચ જિલ્લાનું ગૌરવ વધાર્યુ છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ગોધરા : કોંગ્રેસની કામગીરીનો વ્યાપ વધારવા કોંગ્રેસપક્ષના નિરીક્ષકો અને તાલુકા પ્રમુખોની મિંટીગ યોજાઇ.

ProudOfGujarat

SMCP Sanskar Vidya Bhavanના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય મંચ પર છવાયા, સ્કિલ અને સંશોધનમાં નોંધપાત્ર સિદ્ધિ

ProudOfGujarat

વડોદરા : નવરચના સ્કૂલનો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવતા ઓફલાઇન શિક્ષણ બંધ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!