Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયા તાલુકામાં નવરાત્રી પર્વની ભક્તિભાવ અને ઉત્સાહમય માહોલ વચ્ચે ઉજવણી.

Share

વર્ષના છેલ્લા મહિના આસો માસના પ્રથમ નવ દિવસો એટલે નવરાત્રી. નવરાત્રીની નવ રાતો દરમિયાન યુવા વર્ગ ગરબે ઘુમવાનો લહાવો લેતો હોય છે. નવરાત્રી એટલે મા આધ્યશક્તિની આરાધનાનું પર્વ ગણાય છે. નવરાત્રીની નવલી રાતોમાં ઠેર ઠેર ગરબાના આયોજનો થતા હોય છે. ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં પણ શેરી ગરબાના આયોજન થકી યુવા વર્ગે ગરબે ઘુમવાનો લહાવો લીધો હતો. નવરાત્રીની નવ રાતોને નવ નોરતા પણ કહેવાય છે. નવ નોરતામાં આઠમ એટલે કે આઠમા નોરતાનુ મોટુ મહત્વ મનાય છે. ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે બજાર નવયુવક મંડળ દ્વારા ગરબા સ્થળે આઠમા નોરતાના દિવસે મહા આરતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

આ મહા આરતીના કાર્યક્રમમાં રાજપારડી પીએસઆઇ જે.બી.જાદવ સહિત અગ્રણીઓએ આરતીનો લાભ લીધો હતો.નવરાત્રીના નવ દિવસો બાદ દસમા દિવસે દસેરાનુ પર્વ આવે છે. દસેરાને વિજયાદસમી પણ કહેવાય છે. દસેરા એટલે આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયનું પર્વ એટલે જ દસેરાને વિજયા દસમી તરીકે પણ ઓળખવામાં આવે છે. દસેરા પછી વીસ દિવસે દિવાળીનુ પર્વ આવે છે. સામાન્ય રીતે દસેરાના દિવસથી જ દિવાળીના દિવસોની શરુઆત થઇ જતી હોય છે. આ દિવસો દરમિયાન ઘરોની સાફસફાઈ રંગરોગાન કરવામાં આવતા હોય છે. ઉપરાંત દિવાળી પર્વની ઉજવણી માટે નવા કપડા સહિત અન્ય વસ્તુઓની ખરીદી પણ આ દિવસો દરમિયાન થાય છે. આમ ચોમાસાના છેલ્લા મહિના આસો માસની શરુઆતથી જ દિવાળીના પર્વની ઉજવણીનો થનગનાટ શરૂ થતો દેખાય છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

છોટાઉદેપુર : પ્રોહીબિશનનાં ગુનામાં વોન્ટેડ બે આરોપીઓને ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

ProudOfGujarat

ટીઆરએ રિસર્ચના ‘ભારતની સૌથી વિશ્વસનીય સિમેન્ટ બ્રાન્ડ્સ 2023’ રિપોર્ટમાં અંબુજા સિમેન્ટ નંબર-1 અને એસીસી નંબર-2 ઉપર

ProudOfGujarat

નેત્રંગ તાલુકાના શાણકોઈ ખાતે આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયને બસ અર્પણ કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!