Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાના સારસા ગામે માધુમતી ખ‍ાડીમાં નાવડી મુકીને રેતી ઉલેચાતી હોવાની બુમ.

Share

ઝઘડીયા તાલુકાના રાજપારડી નજીકના સારસા ગામેથી વહેતી માધુમતિ ખાડીમાં પણ લાંબા સમયથી નાવડી મુકિને રેતી ઉલેચાય છે. માધુમતિ નાની ખાડી છે. રોજ ટ્રકો ભરીને રેતી ઉલેચાતા ખાડીમાં ઉંડા ખાડા પડતા ભવિષ્યમાં બાળકો અને પશુઓ ડુબવાની દહેશત રહેલી છે. સારસા ગામે થોડો સમય પહેલા લીઝ ધારકે પંચાયત સભ્યોને પૈસા આપ્યા હોવાનો વિવાદ થયો હતો અને વ‍ાત પોલીસ સુધી પહોંચી હતી. સારસાના ગ્રામજનોએ ખેતી સંબંધિત કામો માટે વારંવાર ખાડીમાં થઇને જવુ પડે છે, ત્યારે રેતી ઉલેચાતા ખાડાઓ પડવાના કારણે થનારા અકસ્માત માટે કોણ જવાબદાર ગણાશે? થોડા સમય પહેલા માધુમતિ ખાડીની લીઝ બાબતે મોટો વિવાદ થયો હતો છતા ત્યારબાદ બધુ જૈસે થે થઇ જતા ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને સારસા ગામે માધુમતિ ખાડીની રેતીની લીઝનો વિવાદ વિસ્તૃત બન્યો હતો, ત્યારે સારસા ગામે માધુમતિ ખાડીમાં આવેલ રેતીની લીઝ નિયમો મુજબની છે કે કેમ તે બાબતે આરટીઆઇ માંગવામાં આવનાર હોવાનુ પણ જાણવા મળ્યુ છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ

Advertisement

Share

Related posts

સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે પાંચ દિવસીય મહાશિવરાત્રીનાં મેળાનો પ્રારંભ.

ProudOfGujarat

નાના વેપાર શરૂ કરવા સરકારનાં જાહેરનામાં બાદ બીજા દિવસે રાજપીપળાની મોટાભાગની દુકાનો ખુલી : પોલીસ લોકડાઉનનું પાલન કરવવાં માટે સતર્ક.

ProudOfGujarat

સાંસરોદ ખાતે નિ:શુલ્ક જનરલ સર્જિકલ નિદાન શિબિર યોજાઇ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!