Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળના પાંચ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ધારાસભ્ય ગણપતભાઈ વસાવાએ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કર્યુ.

Share

માંગરોળ તાલુકાના પાંચ જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ધારાસભ્ય ગણપતભાઈ વસાવાના હસ્તે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.

રાજ્ય સરકાર દ્વારા માંગરોળ તાલુકાના લવેટ, સીમોદરા, કોસંબા, પાલોદ અને વેલાછા સહિત પાંચ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને નવી એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી હતી જેનું લોકાર્પણ ભીલવાડા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં માંગરોળના ધારાસભ્ય ગણપતભાઈ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગના જવાબદાર અધિકારીઓને વિધિવત રીતે નવી એમ્બ્યુલન્સ અર્પણ કરાઇ હતી. આ પ્રસંગે તાલુકા ભાજપના પ્રમુખ મુકુંદભાઈ, પટેલ મહામંત્રી અર્જુનસિંહ રણા, સુરેન્દ્રસિંહ ખેર, જીતેન્દ્રસિંહ જાદવ સહિતના આગેવાનો લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર જીલ્લાનાં દસાડા તાલુકાનાં માલવણ ગામે બેંક કર્મચારીને કોરોના પોઝિટિવ.

ProudOfGujarat

વાલિયા તાલુકાના હોલાકોતર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઇ

ProudOfGujarat

ભરૂચ ઇન્ડિયા ગઠબંધન ના ઉમેદવાર ચૈતર વસાવા પહોંચ્યા ઈદ ગાહ ખાતે,ઈદ નિમિત્તે મુસ્લિમ સમાજ ના લોકોને પાઠવી શુભકામનાઑ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!